BOGUS DOCTOR: ડિગ્રી વિના ગાંમડે-ગાંમડે ફરીને દર્દીઓને દવા આપનારા બે ઝોલા છાપ ડૉક્ટરો ઝડપાયા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બે બૉગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે
BOGUS DOCTOR: રાજ્યમાં સતત વધી રહેલા ઝોલા છાપ ડૉક્ટરોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે, હવે આ અંગે સરકારે એક્શન લેતા પંચમહાલમાં મોટી કાર્યવાહી કરી જેમાં બે બૉગસ ડૉક્ટરોને ઝડપી પાડવામા આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બે બૉગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે બાતમીનાં આધારે બે ઝોલા છાપ ડૉકટરને રંગેહાથે ઝડપી પાડ્યા હતા, આ બન્ને પાસેથી પોલીસે એલૉપેથિક દવાનાં જથ્થા સહિત કુલ 67600 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ બન્ને ડૉક્ટરો પર આરોપ છે કે બન્ને બૉગસ ડૉક્ટરો પાસે કોઇપણ જાતની ડિગ્રી નથી અને ડિગ્રી વિના કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની સારવાર કરીને દવાઓ પણ આપી રહ્યાં હતા. આ બન્ને બૉગસ ડૉક્ટરોના નામ ઉજ્જવલ કુમાર નિર્મલઇન્દુ હળદર અને સરનન્દુ સુક્લાલ હળદર છે, બન્નેની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાવાગઢ દર્શને આવેલ પ્રેમી પ્રેમિકા સાથે પડ્યો 200 ફૂટ ઊંડી ખીણમાં
પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હકિકતમાં વાત એવી છે કે, પ્રેમિકા સાથે યુવક પાવાગઢ જંગલના હેલિકલ વાવ નજીક 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.
ગઈ કાલે સાંજે યુવક યુવતી ખીણમાં પડ્યાં બાદ આખી રાત ઇજાગ્રસ્ત હાલતમાં રહ્યા હતા. આખી રાત ખીણમાં વિતાવ્યા બાદ બન્નોનો ચમત્કારીક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત યુવકે 108 ને જાણ કરી ત્યાર બાદ સ્થાનિક પોલીસ ફાયર ટીમ અને વન વિભાગની ટીમે સયુંક્ત ઑપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. પાવાગઢ દર્શન કર્યાં બાદ ગુરુવારની રાત્રે ખીણ નજીક પસાર થતા સમયે યુવકનો પગ લપસ્તા બન્ને ખીણમાં પડ્યા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યુ હતું. બંન્ને ઇજાગ્રસ્ત હાલ હાલોલ હૉસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.