Patan: પાટણમાં ભાઈ-બહેનનું કેનાલમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
પાટણ: સરસ્વતી વડુંમાં ભાઈ બહેન ડૂબી જતા અરેરાટી મચી ગઈ છે. કેનાલ નજીકથી પસાર થતા પગ લપસી જવાથી ડૂબવાની ઘટના બની હતી. સ્થાનિક તરવૈયા દ્વારા બન્ને ભાઈ બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
પાટણ: સરસ્વતી વડુંમાં ભાઈ બહેન ડૂબી જતા અરેરાટી મચી ગઈ છે. કેનાલ નજીકથી પસાર થતા પગ લપસી જવાથી ડૂબવાની ઘટના બની હતી. સ્થાનિક તરવૈયા દ્વારા બન્ને ભાઈ બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાઈ બહેનના મૃત્યુ થતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું હતું. ગામમાં પણ ભાઈ બહેનના મોતના સમાચારથી શોકનો માહોલ છવાયો હતો.
ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરતા બજરંગ દળે નોંધાવ્યો વિરોધ
સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના સંચાલકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરી દેતાં મામલો ગરમાયો હતો. આઠમના નોરતે બજરંગદળના કાર્યકરોએ ચાલુ ગરબામાં ધસી જઈ વિરોધ કરતાં હાબાળો મચી ગયો હતો. એટલું જ નહીં વિધર્મી બાઉન્સર અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઇ મામલો થળે પાડ્યો હતો.
વિવાદને પગલે ગરબા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીને લઈ શહેરમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરાયું છે. મોડી રાત સુધી રમાતા ગરબામાં યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકો બાઉન્સર પર તહેનાત કરી દે છે. જોકે, વેસુ સ્થિત ઠોકરજીની વાડીમાં હિન્દુઓના પવિત્ર તહેવારમાં આયોજકોએ વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેતાં બજરંગદળના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો.
વિધમી બાઉન્સર હોવાની માહિતી મળતાં રવિવારે બજરંગદળના કેટલાક કાર્યકરો ગરબા રમવાના બહાને જઈને ઊલટ તપાસ કરી આવ્યા હતા. આ દરમિયાન વિધર્મીઓ બાઉન્સર તરીતે તહેનાત કર્યા હોવાની ખરાઈ થતાં કાર્યકરોએ હવે પછી બાઉન્સરો કામે નહીં રાખવા અપીલ કરી હતી. વિધર્મીઓને બાઉન્સર તરીકે નહીં રાખવા સંચાલકોને ત્રણ-ચાર દિવસ સુધી સમજાવવામાં આવ્યા હતા.
આમ છતાં સોમવારે વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેવાતાં બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઠાકોરજીની વાડી ખાતે ધસી ગયા હતા. તેમજ વિધર્મી બાઉન્સરને તેઓનું નામ પૂછતાં પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું. મોટાભાગના વિધર્મી બાઉન્સરોએ પોતે હિન્દુ હોવાનું જણાવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા. આ સાથે જ મામલો ગરમાયો હતો. આ દરમિયાન વિધર્મી બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, ત્યાં પહોંચેલી પોલીસે મધ્યસ્થિત કરી મામલો થાળે પાડ્યો હતો. વિવાદને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.