(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી બજેટ સત્ર શરૂ થશે
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે.
ગાંધીનગરઃ આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. જ્યારે સત્રના પ્રથમ દિવસે રાજયપાલ સંબોધન કરશે. ત્રણ બેઠક રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે. પુરક માંગણીઓ અને તેના પર ચર્ચા બે બેઠક ફાળવાઈ છે. બજેટ પરની સામાન્ય ચર્ચા ચાર બેઠકમાં કરાશે. અલગ અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠક રહેશે.
આ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કેમકે, વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. કોગ્રેસે કહ્યુ હતું કે વિધાનસભાનું લાઇવ પ્રસારણ થાય તો સરકારની વાહવાહી થાય નહીં. સલાહકાર સમિતિની બેઠકમાં સરકાર-વિપક્ષ વચ્ચે સહમતિ સધાઇ નહોતી
ચાલુ સપ્તાહે ગુજરાત બજેટ રજૂ થશે. ડ્રોન ટેકનોલોજીની ડિમાન્ડ દિન પ્રતિદીન વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરવા તૈયારીઓ આદરી છે. ખેતીવાડી સહિત અન્ય વિવિધ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત અન્ય નિયમો ઘડવામાં આવશે.
ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય, તોફાન-કરફ્યુ વખતે પરિસ્થિતી પર નજર રાખવી હોય, એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુ મોકલવી હોય, ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજી રોજગારીનુ માધ્યમ બની રહેશે તેવી સંભાવના છે પરિણામે રાજ્ય સરકારે ડ્રોન ફલાઇંગ કોર્સની પણ શરૂઆત કરી છે.