અંગુરનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, આ બીમારીનું જોખમ ટળે છે, આ રીતે સેવન કરવાથી વેઇટ લોસમાં કરે મદદ
સંશોધન દર્શાવે છે કે, દ્રાક્ષ ખાવાથી વજન ઘટાડવામાં અને હૃદય રોગના જોખમ સામે રક્ષણ મેળવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા રોજિંદા આહારમાં દ્રાક્ષનો સમાવેશ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે ફળો અને શાકભાજીનું નિયમિત સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિને આહારમાં મોસમી ફળો અને શાકભાજીનું સેવન સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે. હાલ દ્રાક્ષની સિઝન શરૂ થઇ ગઇ છે. વિવિધ પ્રકારના પોષક તત્ત્વો, એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરથી ભરપૂર હોવાનું જાણીતું છે, તેથી દ્રાક્ષનું સેવન નિયમિત સેવન આપના માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સંશોધન દર્શાવે છે કે, દ્રાક્ષ ખાવાથી વજન ઘટાડવામાં અને હૃદય રોગના જોખમ સામે રક્ષણ મેળવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા રોજિંદા આહારમાં દ્રાક્ષનો સમાવેશ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. ફાયદાકારક વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત, દ્રાક્ષમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. નિયમિતપણે દ્રાક્ષના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે પણ દ્રાક્ષ ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વજન ઘટાડવા સંબંધિત ઘણા ગુણધર્મો છે. ખાસ કરીને દ્રાક્ષમાં હાજર ફાઇબરની માત્રા લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે રે છે, જેનાથી વધુ પડતું ખાવાની ઇચ્છા ઓછી થાય છે. દ્રાક્ષમાં કેલરી ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ,જે લોકો ભોજન પહેલાં તાજી દ્રાક્ષ ખાય છે તેમનામાં વજન વધવની સમસ્યા નહિવત જોવા મળી.
અભ્યાસમાં દ્રાક્ષનું સેવન હૃદય રોગના જોખમને ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે દ્રાક્ષનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવા હૃદય રોગના જોખમી પરિબળોને ઘટાડીને હૃદયની તંદુરસ્તી સુધરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ છ અઠવાડિયા સુધી દરરોજ ત્રણ વખત ગ્રેપફ્રૂટનું સેવન કર્યું હતું તેમના બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ દ્રાક્ષનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દ્રાક્ષમાં હાજર મહત્વપૂર્ણ પોષક તત્વો હૃદયની યોગ્ય કામગીરી જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )