શોધખોળ કરો

ગુજરાતમાં કેમ્પર વેનને ભાડે આપવાની સેવા શરૂ, કેરેવેન ટુરિઝમ માર્કેટને મળશે પ્રોત્સાહન

યોગી ઑટો કૅરે તેની ઓવરલેન્ડર્સ નામની બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં કેમ્પર વેનને ભાડે આપવાની સેવા શરૂ કરી છે. ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ માર્કેટમાં માટે આ આગામી 3 વર્ષમાં રૂ. 3 કરોડનું રોકાણ કરવાની યોજના છે.

યોગી ઑટો કૅરે તેની ઓવરલેન્ડર્સ નામની બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં કેમ્પર વેનને ભાડે આપવાની સેવા શરૂ કરી છે. ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ માર્કેટમાં પગદંડો જમાવવા માટે આ આગામી 3 વર્ષમાં રૂ. 3 કરોડનું રોકાણ કરવાની આ બે દાયકા જૂની કંપનીની યોજના છે.

અમદાવાદ, 12 ડિસેમ્બર, 2022: ગુજરાતમાં યુવાનોની હરવાફરવાની આકાંક્ષાઓને પૂરી કરવાના ઉદ્દેશ્યથી બે દાયકા જૂની કંપની યોગી ઑટો કૅરે આજે સોમવારે વૈભવી કેમ્પર વેનને ભાડે આપવાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. રૂ. 60 લાખના પ્રારંભિક રોકાણની સાથે આ કંપની સંપૂર્ણપણે સજ્જ વૈભવી કેમ્પર વેનને ભાડે આપશે.

ઓવરલેન્ડર્સ કેમ્પરવેન એ જાણે કે હરતોફરતો અત્યાધુનિક વૈભવ છે. આ કેરાવેન ખૂબ જ આરામદાયક ક્વિન-સાઇઝના બેડ, મોટર વડે સંચાલિત થતાં સોફા-કમ-બેડ, એક બાથરૂમ શૉવર, વૉશરૂમ, ગીઝર, એર કન્ડિશનર, મૂડ લાઇટિંગ, ઑટોમેટેડ બ્લાઇન્ડ્સ, ફ્રિજ ધરાવતી ડ્રાય પેન્ટ્રી, માઇક્રોવેવ અને ઇલેક્ટ્રિક કીટલી, સેન્ટર-ટેબલ, સાઉન્ડ-પ્રૂફ ઇન્ટીરિયર્સ, સાઉન્ડ બારની સાથે સ્માર્ટ ટીવી, ઑટોમેટેડ ફૂટસ્ટેપ્સ, સ્ટોરેજની જગ્યા, શૅડ્સ, વાઈ-ફાઈ કનેક્ટિવિટી, પાવર બૅક-અપ જનરેટર તથા સીસીટીવી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ જેવી ટેકનોલોજી પર આધારિત સુરક્ષા વિશેષતાઓ અને વળી અગ્નિશામક જેવી સુવિધાઓથી પણ સજ્જ છે.
 
ઓવરલેન્ડર્સનો કૉન્સેપ્ટ સમજાવતા યોગી ઑટો કૅર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી શશિન શાહે જણાવ્યું હતું કે, ‘ઓવરલેન્ડર્સ એ ગુજરાતમાં વૈભવી કેમ્પરવેનના માર્કેટમાં ઘણી વહેલી પ્રવેશ કરનારી બ્રાન્ડ છે. આજની યુવા પેઢી ઘણું ફરે છે તથા સુમાહિતગાર પણ રહે છે અને આથી જ, વાત જ્યારે હરવાફરવા અને પ્રવાસની આવે ત્યારે તેમની આકાંક્ષાઓ ઓછી જાણીતી, જ્યાં ઘણાં ઓછાં લોકો જતાં હોય તેવા સ્થળોને એક્સપ્લોર કરવાની હોય છે. યુવાનોને રોડ ટ્રિપ્સ અને હાઇકિંગ તથા કેમ્પિંગ ટ્રિપ્સ અત્યંત પ્રિય છે. અમે કેમ્પરવેન સેવા મારફતે આ પ્રકારના કેમ્પિંગ અને રોડ ટ્રિપ્સમાં થોડું લાવણ્ય અને વૈભવ ઉમેરવા માંગીએ છીએ.’
 
હાલમાં જ ગુજરાત સરકારે પણ ગુજરાતમાં કેરેવેન ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રોત્સાહનો અને આંતરમાળખાકીય વિકાસ કરવાની જાહેરાત કરી હતી.

શશિન શાહે આગળ જણાવ્યું હતું કે, ‘ઓવરલેન્ડર કેમ્પરવેન રૂ. 27,000/- + જીએસટીશી શરૂ કરીને ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં ફ્યુઅલ, મેઇન્ટેનન્સ અને ડ્રાઇવરના ખર્ચનો પણ સમાવેશ થઈ જશે. કેમ્પરવેન એકથી વધારે દિવસો/એક દિવસ માટે ટ્રિપ પર જતાં ચારથી છ લોકો માટે આદર્શ છે. અમારી ટીમો પ્રવાસીઓ માટે વિશેષ ટુર પેકેજિસ પણ તૈયાર કરશે, જે તેમને પ્રવાસનો એક અલાયદો અનુભવ પૂરો પાડશે.’

ઉલ્લેખનીય છે કે, યોગી ઑટો કૅર એ અમદાવાદમાં છેલ્લાં બે દાયકાથી કાર મેઇન્ટેનન્સ સર્વિસિઝ બિઝનેસમાં એક મોખરાનું નામ છે. શ્રી શશિન શાહે જણાવ્યું હતું કે, ‘અમે અમારી હાલની કેમ્પરવેનને કસ્ટમાઇઝ કરવા અને વિકસાવવા પાછળ રૂ. 60 લાખનું રોકાણ કરી ચૂક્યાં છે અને અમારો ઉદ્દેશ્ય ટૂંક સમયમાં આવી જ બીજી એક કેમ્પરવેનને લૉન્ચ કરવાનો છે. આ પ્રોજેક્ટ બાદ અમારું કુલ રોકાણ રૂ. 3 કરોડની આસપાસ થઈ જશે. આ સાથે જ, અમારો ઉદ્દેશ્ય ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ રેન્ટલ સેગમેન્ટમાં ઓછામાં ઓછો 50%નો હિસ્સો હાંસલ કરવાનો છે, જે હાલમાં મોટેભાગે રાજ્યની બહારના પ્લેયરો પર નિર્ભર છે.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવGujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપAhmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલFake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Embed widget