શોધખોળ કરો
રાજ્યમાં ધો. 1 થી 8માં ચાલુ વર્ષે પણ માસ પ્રમોશન અપાશે ? શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા
છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચારો વહેતા થયા છે.

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
ગાંધીનગરઃ કોરોનાના કારણે લોકોમાં ફફડાટનો માહોલ છે અને વાલીઓમાં સ્કૂલો ખોલવા અંગે ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં વિજય રૂપાણી સરકારે ધોરણ 1 થી ધોરણ 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના સંકેત છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંકેત આપ્યા છે અને તેના કારણે કોરોના મહામારી વચ્ચે વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 1 થી 8માં ચાલુ વર્ષે માસ પ્રમોશન? આ ઉપરાંત છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે. ક્યારથી ખૂલશે સ્કૂલો ? શિક્ષણ મંત્રી ચુડાસમા અને શાળા સંચાલકો વચ્ચેના વેબીનારમાં ચુડાસમાએ એ પ્રકારના સંકેત આપ્યા હતા કે, ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે. મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે. કયા વર્ગો સૌથી પહેલા થશે શરૂ ? ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ 6 થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે. બાદમાં સ્થિતિ કાબૂમાં આવે તો નાના વર્ગો ખોલવા પર વિચારણા કરવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ વાંચો





















