ગુજરાતના આ IAS અધિકારીની CBIએ કરી ધરપકડ, ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ
કે.રાજેશને આવતીકાલે અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર રહી ચૂક્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની સીબીઆઇએ ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભ્રષ્ટાચાર અંગેની લાંબી તપાસના અંતે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કે.રાજેશના ઠેકાણા પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. કે.રાજેશને આવતીકાલે અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર રહી ચૂક્યા છે.
CBI today arrested the 2011-batch Gujarat Cadre IAS officer K Rajesh under corruption charges. He was not cooperating in the ongoing investigation. He was accused of granting gun licences against bribes and regularising land in favour of influential people: CBI Sources
— ANI (@ANI) July 13, 2022
ઉલ્લેખનીય છે કે 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાયસન્સ બેફામ રીતે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમણને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો
IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન