શોધખોળ કરો

Chandipura Virus Outbreak: બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બેના મોતથી ફફડાટ, વધુ ચાર દર્દીઓ મળ્યા

Chandipura: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય તે માટે આજે રવિવારે તમામ આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ ટુ મોડમાં ફરજ પર હાજર રહી, સર્વે કરવા કરાયો આદેશ કરવામાં આવ્યો હતો.

Chandipura Virus Cases: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. (chandipura virus outbreak in Gujarat) જેમાં અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં (chandipura virus spreads more than 20 districts of state) ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે.  આ દરમિયાન બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસથી બેના મોત થયા છે. ડીસા અને પાલનપુરના બે દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત સુઈગામ, દાંતીવાડા, ડીસા, પાલનપુર સહિત કુલ ચાર ચાંદીપુરાના દર્દીઓ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરાથી બે દર્દીના મોતથી હાહાકાર મચી ગયો હતો. વાયરસ વધુ ન ફેલાય તે માટે આજે રવિવારે તમામ આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ ટુ મોડમાં ફરજ પર હાજર રહી, સર્વે કરવા કરાયો આદેશ કરવામાં આવ્યો હતો.

મહીસાગરમાં 17 માખીઓ પકડવામાં આવી

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા રોગને લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સંતરામપુર તાલુકામાંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 17 માખીઓ પકડી પાડવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વાળા બે કેસ સામે આવ્યા હતા અને બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર તાલુકામાંથી શંકાસ્પદ માખીઓને આરોગ્ય વિભાગ દ્વારા પકડીને ડસ્ટીંગ સહિતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં ચાંદીપુરાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો

સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે, સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ બાળકીમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જાણતા તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરા પહેલો કેસ નોંધાયો છે. જેને લીધે આરોગ્ય વિભાગમાં ફફડાટ સાથે અધિકારી અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.

શું છે ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ

થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
BCCIને IPL ટીમના માલિકનો કડક સંદેશ, સાઉથ આફ્રિકા સામેની હાર બાદ લાાલઘૂમ
BCCIને IPL ટીમના માલિકનો કડક સંદેશ, સાઉથ આફ્રિકા સામેની હાર બાદ લાાલઘૂમ
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Embed widget