શોધખોળ કરો

ગુજરાતમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો હુંકાર, કહ્યું- 'વિપક્ષ માટે નહીં સરકાર બનાવવા આવ્યા'

  અમદાવાદમાં  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા.  

અમદાવાદ:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે અને પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.  બીજી તરફ આ વખતે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવવા જઈ રહેલી આમ આદમી પાર્ટી પણ આ પ્રસંગે કોઈ કસર છોડવા માંગતી નથી.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસ ગુજરાત પ્રવાસે છે.   અમદાવાદમાં  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા.  મુખ્યમંત્રી કેજરીવાલે પદાધિકારીઓને શપથ લેવડાવતાં કહ્યું, ગુજરાતમાં આવનારા એક મહિનામાં બુથ લેવલ સુધીનું સંગઠન તૈયાર થશે. ગુજરાતમાં વિપક્ષ માટે નહી સરકાર બનાવવાનો કેજરીવાલે હુંકાર કર્યો છે.  

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું,  આપણે વિપક્ષમાં બેસવાનું નથી પરંતુ સરકાર બનાવવાની છે. ભાજપે ડેલીગેશન મોકલ્યું, પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ ન મળ્યું. દિલ્હીમાં પોલ ખોલવા આવેલું ભાજપનું ડેલિગેશન નિષ્ફળ. ખામી ન જણાતા ભાજપનું ડેલિગેશન પત્રકાર પરિષદ ન કરી શક્યું.  4 વાગ્યાની પ્રેસ રાખી અને બાદમાં કેન્સલ કરવી પડી. ગુજરાત આવી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી પણ અહીંપણ પત્રકાર પરિષદ ન કરી.

અમદાવાદ આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે જનતા સાથે દગો કર્યાનો આરોપ દિલ્હીના મુખ્યમંત્રીએ લગાવ્યો છે. મત આપ્યા છતા કૉંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, 2022ની ચૂંટણીમાં એકપણ મત કૉંગ્રેસને ન મળવો જોઈએ. કેજરીવાલે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કૉંગ્રેસ માત્ર કાગળ પરની પાર્ટી રહી છે. 

ભાજપ પર નિશાન સાધતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપ ગુજરાતમાં કૉંગ્રેસને નહી પરંતુ આમ આદમી પાર્ટીને નિશાન બનાવે છે. ગુજરાતમાં કૉંગ્રેસ પ્રચાર પ્રસાર કરવામાં નિષ્ફળ છે. તેમણે કહ્યું આવનારા એક મહિનામાં ભાજપ કરતા મોટું સંગઠન તૈયાર થશે. કેજરીવાલે કહ્યું ભાજપના એક-એક કાર્યકર ભાડુતી છે. ભાજપના એક-એક કાર્યકરને 10-10 હજાર રુપિયા આપવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું રાજનીતિમાં આવ્યા છીએ પરંતુ ભ્રષ્ટાચાર કરવા નહી.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget