શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ સામેની લડાઈમાં ચિરીપાલ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું કરું દાન
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યા વધીને 3 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે 77 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 122 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 11નાં મોત થયા છે.
અમદાવાદ: વિશ્વભરમાં કાળો કહેર વર્તાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કોરોના મહામારી સામે લડવા સરકાર અનેક પગલા લઈ રહી છે. તેની વચ્ચે અનેક સંસ્થાઓ પણ કોરોના સામેની જંગમાં આર્થિક મદદ માટે આગળ આવી છે. આ લડતમાં અગ્રણ્ય ઔદ્યોગિક જૂથ ‘ચિરીપાલ ગ્રુપ’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું હતું.
આ અંગે ચિરીપાલ ગ્રુપના ડિરેક્ટર્સ જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે "સમાજના ભાગરૂપે કોવિડ-19 રોગચાળા સામેની લડાઇમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કપરા કાર્યમાં મદદ કરવી અમારી નૈતિક જવાબદારી છે. કોરોના સામેની આ લડાઈમાં અમે સરકાર અને સમાજને સહકાર અને યોગદાન આપીશું.
આ સાથે જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે, ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ અને અનાજનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે માસ્ક, સેનિટાઇઝર, ટોવેલ્સ વગેરેનું વિતરણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion