મુખ્યમંત્રી ભૂપેન્દ્ગ પટેલ દિલ્લીના પ્રવાસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દે થશે મંથન
ગુજરાતના મુંખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્લી:ગુજરાતના મુંખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.
આજે બપોરે 4 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર લાગી હતી,મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી પીએમ મોદી સાથે મુલાકાત હોવાથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની શુભેચ્છા આપવાની સાતે વર્તમાન તીર્થંકર સિમનધર સ્વામીની મૂર્તિની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની મુલાકાત લે તે પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે પણ મુલાકાત લીધી હતી. તેમજ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે જ પણ મુલાકાત કરશે, તેઓ સાંજે 6 વાગ્યે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પરત ફરશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ સિનિયર વરિષ્ઠ નેતાઓની અવગણતાના કરીને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ છે. આ સ્થિતિમાં ચૂંટણીના ગણતરીના મહિના પહેલા થયા પરિવર્તનને અનેક રીતે જોવાઇ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાતે મહત્વની ગણવામાં આવી રહી છે આ મુલાકાતમાં ગુજરાતના મોડલ અને આગામી ચૂંટણીને લઇને કઇ રીતે રાજ્યમાં શાસન ચલાવવું તે મદ્દે ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદી બહેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.