શોધખોળ કરો

'કોમન મેન' CM ભૂપેન્દ્ર પટેલે પૌત્ર સાથે કરી દિવાળીની ખરીદી: સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીને આપ્યો 'Vocal For Local' નો સંદેશ

Bhupendra Patel Diwali shopping: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના માર્કેટમાં જઈને એક સામાન્ય વ્યક્તિની જેમ ઉત્સાહ સાથે ખરીદી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Bhupendra Patel Diwali shopping: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર પોતાનો 'કોમન મેન' અંદાજ દર્શાવતા ગાંધીનગરના સ્થાનિક બજારમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. મુખ્યમંત્રીએ જાતે માર્કેટમાં જઈને સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓની ઉત્સાહપૂર્વક ખરીદી કરીને સ્વદેશી અને 'વોકલ ફોર લોકલ' (Vocal For Local) ના મહત્ત્વપૂર્ણ સંદેશનો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન, તેમણે ફેરિયાઓ સાથે સંવાદ કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. મુખ્યમંત્રીની આ સાદગી જોઈને સ્થાનિક વેપારીઓ અને લોકો ખૂબ પ્રભાવિત થયા હતા, અને આનાથી ફરી એકવાર સાબિત થયું કે તેમના માટે CM એટલે 'કોમન મેન'.

મુખ્યમંત્રીનો સાદગીભર્યો અંદાજ: પૌત્ર સાથે માર્કેટમાં ખરીદી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat Cm Bhupendra Patel) દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના માર્કેટમાં જઈને એક સામાન્ય વ્યક્તિની જેમ ઉત્સાહ સાથે ખરીદી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના પૌત્ર સાથે બજારની મુલાકાત લીધી અને ખુદ દુકાનો અને ફેરિયાઓ પાસેથી દિવાળી માટેની વસ્તુઓ ખરીદી.

તેમણે એક પ્રોટોકોલથી દૂર રહીને એક સામાન્ય ગ્રાહકની જેમ ખરીદી કરીને પોતાની સાદગીનો પરિચય કરાવ્યો હતો. મુખ્યમંત્રીની આ સરળતા અને નિખાલસતા જોઈને સ્થાનિક વેપારીઓ અને ત્યાં હાજર લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઘટનાએ ફરી એકવાર CM એટલે "કોમન મેન" (Common Man) ની ઉક્તિને ભૂપેન્દ્રભાઈએ પોતાના વર્તનથી સાબિત કરી બતાવી.

કોમન મેન' CM ભૂપેન્દ્ર પટેલે પૌત્ર સાથે કરી દિવાળીની ખરીદી: સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીને આપ્યો 'Vocal For Local' નો સંદેશ

સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન: સ્વદેશી અને 'વોકલ ફોર લોકલ'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલે સ્થાનિક બજારમાંથી ખરીદી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વદેશી' અને 'વોકલ ફોર લોકલ' ના મહત્ત્વપૂર્ણ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ફેરિયાઓ પાસેથી દીવડા સહિતની અનેક જુદી જુદી ચીજવસ્તુઓની ખરીદી કરીને લોકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓ ખરીદવાનો અને તેના થકી નાના વિક્રેતાઓને મદદ કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

કોમન મેન' CM ભૂપેન્દ્ર પટેલે પૌત્ર સાથે કરી દિવાળીની ખરીદી: સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીને આપ્યો 'Vocal For Local' નો સંદેશ

ખરીદી દરમિયાન, મુખ્યમંત્રીએ ફેરિયાઓ અને સ્થાનિક વેપારીઓ સાથે સ્નેહભર્યો સંવાદ પણ કર્યો હતો અને તેમને દિવાળીના તહેવારની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ ખરીદીથી સ્થાનિક વેપારીઓમાં પણ હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે રાજ્યના વડા તરફથી તેમને સીધું પ્રોત્સાહન મળ્યું હતું.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget