શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસની વેક્સિનને લઈ CM વિજય રૂપાણીએ શું આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગત
કોરોના વાયરસની વેક્સિનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ગાંધીનગર: કોરોના વાયરસની વેક્સિનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થવાનો મુખ્યમંત્રીએ આશાવાદ વ્યકત કર્યો છે. મહત્વનું છે કે, દુનિયાની અન્ય દેશોની સાથે ભારતમાં પણ ત્રણથી ચાર વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે.
ભારત બાયોટેક અને ICMRએ તૈયાર કરેલી કોવેક્સિનને ત્રીજા ફેઝના ટ્રાયલ માટે મંજૂરી મળી ચૂકી છે. દેશમાં એક તરફ વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ વેક્સિન તમામ લોકો સુધી કઈ રીતે પહોંચે તેને લઈ પણ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામા આવી છે.
પીએમ મોદીના મતે દેશના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકાર તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં વેક્સિનેશન પાછળ 50 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
ગુજરાતની કરીએ તો, ગુજરાતમાં પણ વેક્સિનેશન પૂર્વેની તૈયારીઓ શરૂ કરવામા આવી છે. ફ્રન્ટલાઈન વર્ક્સનો ડેટાબેઝ તૈયાર કરવાની શરૂઆત કરવામા આવી છે. વેક્સિન સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતોને લઈ એક સોફ્ટવેર તૈયાર કરવામા આવી રહ્યો છે. જો કે, જ્યાં સુધી વેક્સિન ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી લોકોને સાવચેત રહેવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement