cold wave: આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે
ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું.
નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
Accident: સુરતમાં ફરી સરકારી બસે લીધો યુવકનો જીવ, પોલીસ ઘટના સ્થળે
સુરત: કામરેજ બસ સ્ટેશન પાસે એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં લાલ એસટી બસે યુવકને ટક્કર મારી છે. બસે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઉંમર 30 વર્ષની હોવાની માહિતી સામે આવી છે. બસની ટક્કરે કિશોર રાઠોડ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હવે આ મામલે કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા
અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ: અવાજ પ્રદૂષણ નિયંત્રણ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ધ્વનિ પ્રદૂષણને લઈને અનેક ફરિયાદો બાદ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મંદિર, ચર્ચ અને મસ્જિદમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ મર્યાદિત અને સંકુલ બહાર ન જાય તે પ્રમાણે કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઔધોગિક વિસ્તારમાં સવારે 6 થી 10 સુધી 75 ડિસેબલ, રાતે 75 ડિસેબલ, વાણિજ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન 65, રાત્રિ દરમિયાન 55 ડિસેબલ, રહેણાંક વિસ્તારમાં દીવસે 55, રાતે 45 ડિસેબલ, શાંત વિસ્તારમાં દીવસે 50, રાત્રે 40 ડિસેબલ પ્રમાણ જાળવવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનની ખુલ્લી પોલ
વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે. અલગ અલગ વિભાગોની ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ જાય છે. વલસાડ જિલ્લામાં કોઇક જગ્યાએ ટેરેસ પર તો કોઈક જગ્યાએ મંદિરમાં તો કોઈક જગ્યાએ દૂધની ડેરીમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે એક સ્લોગન એવું પણ બની શકે કે પઢને કા મકાન હોગા તો હી તો પઢેગા બચ્ચા. વલસાડમાં ઓરડાને લઈને એક ઘટના સામે આવી છે.