શોધખોળ કરો
Advertisement
પંચમહાલઃ કોલેજીયન યુવતી સાથે યુવકે વારંવાર માણ્યું શરીર સુખ, પછી નંબર બ્લોક કરી દેતાં યુવતીએ એવું પગલું ભર્યું કે.....
હાલોલની એક કૉલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સાત પાનાની સુસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે.
પંચમહાલ : હાલોલની એક કૉલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સાત પાનાની સુસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. યુવતીના આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોતને વ્હાલુ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલના કોપરેજ ગામની વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખીને કેનાલમાં પડતું મૂક્યું છે. કાલોલના શક્તિપૂરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે. વિદ્યાર્થીની પરમ દિવસથી ગુમ હતી. આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીની એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. થોડા સમય પહેલા તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી. વિદ્યાર્થીનીને ગામના જ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં આવી ત્યારે તેના પ્રેમીને બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવું તેને લાગ્યું. પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. તેથી પ્રેમમાં દગો થતા હેતલને લાગી આવ્યું હતું અને તેને કેનાલમાં પડતુ મૂક્યું હતું.
યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી માતાપિતાને તમામ હકીકત જણાવી હતી. પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું. કાલોલ પોલીસે પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement