શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી, જાણો વિગતે
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં નિરીક્ષક તરીકે કુલ પાંચ લોકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં દીપક બાબરીયા, સીજે ચાવડા, યુનુસ પટેલ, અલ્કાબેન પટેલ અને નિરંજન પટેલનું નિમણૂક કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકામાં નિરીક્ષક તરીકે ગૌરવ પંડ્યા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે. જામનગરના નિરીક્ષક તરીકે રાજુ પરમાર, ખુરશીદ શેખ અને ચંદ્રીકાબેન ચુડાસમાની નિમણૂક કરાઈ છે.
રાજકોટના નિરીક્ષક તરીકે શૈલૈષ પરમાર, અમી યાજ્ઞિક અને નરેશ રાવલની નિમણૂક કરાઈ છે. સુરતમાં ગ્યાસુદ્દીન શેખ અને વીરજીભાઈ ઠુમ્મરની નિમણૂક કરાઈ છે. ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકાની નિમણૂક કરાઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દીધી છે. અને પ્રદેશ અને જિલ્લા નિરિક્ષકો ઉમેદવારોને સાંભળશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી પ્રક્રિયા ચાલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement