શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈ કૉંગ્રેસે દાવેદારોની અંતિમ યાદી કરી તૈયાર, જાણો નામ
વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસે દાવેદારોની અંતિમ યાદી તૈયાર કરી છે. આ યાદીમાંથી સ્ક્રીનિંગમાં બે નામ નક્કી થશે. નક્કી થયેલા નામ હાઈકમાંડ સમક્ષ મોકલવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસે દાવેદારોની અંતિમ યાદી તૈયાર કરી છે. આ યાદીમાંથી સ્ક્રીનિંગમાં બે નામ નક્કી થશે. નક્કી થયેલા નામ હાઈકમાંડ સમક્ષ મોકલવામાં આવશે. અમરાયાવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, ઈલાક્ષીબેન પટેલ, શિવકુમાર, અંકિત પટેલ અને ડો કનુ પટેલ દાવેદાર છે.
રાધનપુર બેઠક પરથી ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર, નવીન પટેલ, ડી ડી ચૌધરી, ગોવિંદજી ઠાકોર અને રઘુ દેસાઈનું નામ દાવેદારોની યાદીમાં છે. બાયડ બેઠક પર માન્વેન્દ્રસિંહ સોલંકી, જશુભાઈ પટેલ, ભાથીભાઇ ખાંટ, અશોકસિંહ ઝાલાના નામની ચર્ચા છે. લુણાવાડા બેઠક પરથી પીકે ડામોર, સુરેશ પટેલ, પીએમ પટેલ, હીરા પટેલ , રાકેશ પંડ્યાના નામની ચર્ચા છે.
ખેરાલુ બેઠક પરથી મુકેશ ચૌધરી, બાબુજી ઠાકોર, મહોબતસિંહ, જયરાજસિંહ પરમાર, આશાબેન ઠાકોર અને વિપુલ ચૌધરીનું નામ દાવેદારોમાં છે. થરાદ બેઠકની વાત કરવામાં આવે તો અંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ , ડો મહેશ ગઢવી અને ગુલાબસિંહ રાજપૂતનું નામ દાવેદારોની યાદીમાં છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement