શોધખોળ કરો
Advertisement
ખેંચતાણની વચ્ચે કોંગ્રેસે લીંબડી બેઠક પર આ ઉમેદવારને આપી ટિકિટ, જાણો કિરીટસિંહ રાણાની સામે કોણ લડશે
લીંબડીંમાં કોળી ઉમેરવારને મુદ્દે અસમંજસ હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે.
અમદાવાદઃ લીંબડી બેઠક પર કૉંગ્રેસ ચેતન ખાચરને પોતાના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ચેતન ખાચર ત્રણ વાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે.
ચેતન ખાચરને ટિકિટ મળતા જ સોમાભાઈ પટેલ હવે શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે. સોમાભાઈ પટેલ ફોર્મ પણ ઉપાડી ચૂક્યા છે. જો સોમાભાઈ અપક્ષ તરીકે ઝંપલાવે તો લીંબડી બેઠક પર જોવા મળી શકે છે ત્રિપાંખિયો જંગ. જો કે, અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો લઈ સોમાભાઈએ હાલમાં કોઈ ફોડ પાડ્યો નથી. ચેતન ખાચર કાઠી સમાજમાંથી આવે છે. કિરીટસિંહ સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર લડશે.
લીંબડીંમાં કોળી ઉમેરવારને મુદ્દે અસમંજસ હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ બાદ લીંબડી બેઠક પર નામ જાહેર કર્યું છે. જોકે ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા કોળી સમાજ અને અન્ય સમાજો પણ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement