શોધખોળ કરો

જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસના દિગ્ગજ નેતાની અટકાયત,જાણો કયા મામલે થઈ કાર્યવાહી

જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસના દિગ્ગજ નેતાની અટકાયત,જાણો કયા મામલે થઈ કાર્યવાહી

ભરૂચ: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હીરા જોટવાની.

સામે આવેલી માહિતી અનુસાર આજે વહેલી સવારે ભરૂચ પોલીસ ગીર સોમનાથ પહોંચી હતી. પોલીસ ગીર સોમનાથથી હીરા જોટવાને તપાસ અર્થે  સાથે લઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડમાં જોટવાનું નામ ચર્ચામાં  આવ્યું હતું. હવે પોલીસે મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાની અટકાયત કરી છે.

કોણ છે હીરા જોટવા

1 જૂન, 1968ના રોજ જન્મેલા હીરા જોટવા કોંગ્રેસમાં વિવિધ પદો પર રહ્યા છે. હીરા જોટવાએ પોતાની 3 દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં વિવિધ પદ પર ફરજ બજાવી છે. જેમાં 1995 થી 2000 દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી 2010 સુધી જૂનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ, 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યાં છે.

ચૈતર વસાવાએ લગાવ્યા હતા આરોપ

તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જે બાદ  હીરા જોટવાની પ્રતિક્રિયાએ પણ આપી હતી.. તેમણે આ તમામ આરોપોને ફગાવી દીધાા હતા અને કહ્ હતુંયું કે, AAP પાર્ટી ભાજપની B ટીમ છે. બીજેરપી મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવ્યું છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું.

નોંધનિય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું  હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે કૌભાંડમાં માત્ર બચુ ખાબડના દીકરાઓ જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ સામેલ છે. 

મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ

દાહોદ મનરેગા કૌભાંડ રાજ્ય સરકારના મંત્રીના પુત્રની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું હતું. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું. જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી હચી. પોલીસે બળવંત ખાબડની ધરપકડ કરી હતી.

રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી હતી. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો હતો. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ  કરવામાં આવી હતી. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ  થઈ ચુકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget