Gujarat Rain: 4 દિવસ ગુજરાતમાં જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદને લઈને અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી
Gujarat Rain: આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે.

Gujarat Rain: આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વિસાવદર પંથકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેશોદ વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની આગાહી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટુ નિવેદન આપ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર રથયાત્રામાં મધ્યમ વરસાદ પડી શકે છે. અમીછાંટણા સાથે રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા થશે તો પવનનું જોર રહેશે.
તેમણે ઉમેર્યુ કે સફેદ વીજળી થાય તો સારો વરસાદ થશે અને માણસ અંજાઈ જાય તો વીજળીનો પ્રકોપ થશે. આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પૂર્વ ગુજરાતમાં પંચમહાલ અને મહિસાગરમાં વરસાદ થશે. 26થી 30 જુનમાં રાજ્યના અલગ અલગ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
30 જુનથી 8 જુલાઈ સુધી ગુજરાતના ઘણા ભાગ જળબંબાકારની સ્થિતિ જોવા મળશે. નદીમાં પુર આવવાની શક્યતા રહશે જેમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 9 જુલાઇથી 15 જુલાઈ વચ્ચે ઘણા ભાગમાં વરસાદ થશે. 18 જુલાઈ બાદ ચોમાસાનું જોર ધીમે ધીમે ઘટશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં 2થી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તે સિવાય નર્મદાના સાગબારામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તે સિવાય ઉમરપાડામાં પોણા છ ઈંચ, ડોલવણાં પોણા છ ઈંચ, વઘઈમાં 4.66, કરજણમાં 4.65 ઈંચ, વાંસદામાં 4.61, કુકરમુંડામાં 4.37 ઈંચ, લુણાવાડામાં 4.1 ઈંચ, ખેરગામમાં 3.94 ઈંચ, વ્યારામાં 3.74 ઈંચ,વલસાડમાં 3.43 ઈંચ, વાલોડમાં 3.27 ઈંચ, કાલોલમાં 3 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ, ઘોઘંબામાં 2.95 ઈંચ, બોડેલીમાં 2.80 ઈંચ, નસવાડીમાં 2.80 ઈંચ, જાંબુઘોડામાં 2.76 ઈંચ, પાદરામાં 2.76 ઈંચ, પાદરામાં 2.76 ઈંચ, ડાંગમાં 2.72 ઈંચ, ફતેપુરામાં 2.6, ધનસુરામાં 2.5 ઈંચ, સુબીરમાં 2.40 ઈંચ, સંખેડામાં 2.32 ઈંચ, સંતરામપુરમાં 2.28 ઈંચ, કામરેજમાં 2.28 ઈંચ, કામરેજમાં 2.28 ઈંચ, પાવીજેતપુરમાં 2.24 ઈંચ, પારડીમાં 2.17 ઈંચ, શિનોરમાં 2.17 ઈંચ, કડાણામાં 2.1 ઈંચ, અમદાવાદ શહેરમાં 2.13 ઈંચ, ઉચ્છલ, ગોધરા, ખંભાતમાં 2-2 ઈંચ, સોનગઢમાં 1.89, માંડવીમાં 1.85 ઈંચ વરસાદ વરસ્યો હતો.




















