શોધખોળ કરો
Advertisement
આજથી ગુજરાતના આ મોટા શહેરોમાં માસ્ક ફરજિયાત, જો નહીં પહેરો તો થઈ શકે આટલી મોટી સજા, જાણો
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે માસ્કને ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે માસ્કને ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રવિવારે કહ્યું હતું કે, સોમવારે સવારે છ વાગ્યાથી અમદાવાદના જાહેર રસ્તા, સ્થળો, કરિયાણા, દૂધ, શાકભાજી કે મોલ અથવા પેટ્રોલપંપ પર જનારા અને ત્યાં કામ કરતા સંચાલકો સહિત કામદારોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
જો લોકો માસ્ક નહીં પહેરે તેને રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવશે અને દંડ ભરવામાં પણ આનાકાની કરશે અથવા નહીં ભરે તેવા લોકો સામે ફરિયાદ દાખલ કરીને જેલભેગા કરવામાં આવશે જ્યાં ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ માસ્ક નહીં પહેરનારા માટે 5 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનામાં ત્રણ વર્ષની કેદ થઈ શકે છે.
બીજીબાજુ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 કેસ નોંધાયા છે. કુલ કેસ 516 થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ 2 મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 24 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કુલ 2012 સેમ્પલમાંથી 48 પોઝિટિવ આવ્યા છે. 332 પેન્ડિંગ છે. માસ્કના બદલે રૂમાલ, દુપટ્ટો, સાડી, ગમછો, કપડું જેવી વસ્તુઓ પણ ચાલશે. શરત એટલી છે કે, તે માસ્કની જરૂરિયાત પૂરી કરતી હોવી જોઈએ. વાયરસ મોંઢા અને નાક મારફત શરીરમાં પ્રવેશતો હોવાથી મોઢું, નાક બાંધવું ફરજિયાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement