શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Update: ગુજરાતમાં કોરોના 10 લોકોની જિંદગી ભરખી ગયો, કઈ જગ્યા કેટલા છે પોઝિટિવ કેસ? જાણો લેટેસ્ટ વિગતો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતાં. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 108 પર પહોંચી ગયો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતાં. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 108 પર પહોંચી ગયો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 12 જિલ્લા કોરોનાગ્રસ્ત છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 10 લોકોની જિંદગી ભરખી ચૂક્યો છે. જ્યારે 14 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ 14 હજાર 520 લોકો હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે.
છેલ્લા 24 કલાકમાં જે 13 નવા કેસ નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે, જ્યારે સુરત અને પાટણમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
પાટણમાં જે વ્યકિતને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કારણ કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો છૂપાવી હતી. સંક્રમિત દર્દીના 5 પરિવારજનોને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાનો એક વ્યક્તિ દિલ્લીના મરકઝમાં ગયો હતો.
સુરતમાં એક મહિલાને કોરોના પોઝિટિવ છે. તેનો પુત્ર મુંબઈથી આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેના પુત્રથી માતાને કોરોનાની અસર થઈ હોઈ શકે. સુરતમાં હાલ 13 પોઝિટિવ કેસ નોંધાય છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં, અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના 45 કેસ નોંધાયા છે. સુરત અને ગાંધીનગરમાં 13-13, રાજકોટમાં 10, વડોદરામાં 9, ભાવનગરમાં 9, પોરબંદરમાં 3, ગીરસોમનાથમાં 2, કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલ-પાટણ અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion