શોધખોળ કરો
Advertisement
Corona Update: ગુજરાતમાં કોરોનાના 71 પોઝિટિવ કેસ, 6નાં મોત, કઈ જગ્યાએ કેટલા છે કેસ? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે, 4 કોરોના પોઝિટિવ દર્દી સાજા થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે, 4 કોરોના પોઝિટિવ દર્દી સાજા થઈ ગયા છે. અમદાવાદમાં 1 કેસ, ભાવનગરમાં 5 કેસ બાદ સુરતમાં 1 કેસ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં એકનું મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતં. મહત્વનું છે કે, અમદાવાદમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કુલ 6નાં મોત નિપજ્યાં છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 71 થઈ ગઈ છે.
કોરોનોના ગુજરાતમાં અત્યાર સુધી 71 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 6 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાના ચાર દર્દી સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં 3 અને સુરતમાં 1 મળી 4 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્ચ થયા છે.
ગુજરાતના આંકડા પર એક નજર કરીએ તો, અમદાવાદ 23 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા-ગાંધીનગરમાં 9, રાજકોટમાં 10, સુરતમાં 9, ભાવનગરમાં 6, ગીર-સોમનાથમાં 2, મહેસાણા, કચ્છ અને પોરબંદરમાં 1-1 એક નોંધાયા છે. અમદાવાદમાં 3, ભાવનગરમાં બે અને સુરતમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion