શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 90 ટકાથી વધારે
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 875 કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 875 કેસ નોંધાયા છે. જેની સામે રાજ્યમાં આજે 1004 દર્દીઓને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion