શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં આજે 1055 લોકોએ કોરોનાને આપી મ્હાત, અત્યાર સુધી કુલ 1,61,525 લોકો થયા ડિસ્ચાર્જ
રાજ્યમાં આજે 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 63,13,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3747 પર પહોંચ્યો છે. જો કે, રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આજે 1055 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 1,61,525 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 12,326 એક્ટિવ કેસ છે, રાજ્યમાં હાલ 67 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,259 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,77,598 પર પહોંચી છે. રાજ્યમાં આજે 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 63,13,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, દાહોદ-1, ગાંધીનગર-1, સુરતમાં 1 મળી કુલ 7 લોકોનાં કરૂણ મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોપોરેશનમાં 161, સુરત કોપોરેશનમાં 156, વડોદરા કોપોરેશનમાં 76, રાજકોટ કોપોરેશનમાં 61, સુરતમાં 61, મહેસાણા 44 ,વડોદરા 39,બનાસકાંઠા 35,રાજકોટ 33, પાટણ 29, સુરેન્દ્રનગર 23, નર્મદા 22, ગાંધીનગર કોપોરેશન 21, સાબરકાંઠા 17, ગાંધીનગર 16, મોરબી 16, જામનગર કોપોરેશન 14, કચ્છ 13, અમદાવાદ 12 કેસ નોંધાયા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,01,796 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01,698 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 98 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો





















