શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ, 23નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 15 હજારને પાર
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7547 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ 6720 એક્ટિવ કેસ છે.
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 23 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 410 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15,205 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 938 થયો છે.
આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 256, સુરત 34, વડોદરા 29, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ-પાટણ-કચ્છ 2-2, ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1-1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 19, સુરત 2, મહીસાગર અને વડોદરામાં એક-એક મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7547 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6720 એક્ટિવ કેસ છે જેમાં 92 વેલ્ટીલેટર પર છે અને 6628 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં કેસનો ડબલિંગ રેટ 24.84 દિવસ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4550 ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 93 હજાર 863 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement