શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે 879 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 879 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1159 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 217 કેસ સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 879 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 73.11 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 879 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 147 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 104 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
સુરત કોર્પોરેશનમાં આજે 217 નવા કેસ નોંધાયા છે, જ્યારે 147 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 54 કેસ નોંધાયા છે, જ્યારે 73 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
બનાસકાંઠામાં આજે નવા 28 કેસ નોંધાયા છે, જ્યારે 98 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. વડોદરા કોર્પોરેશનમાં 78 નવા કેસ નોંધાયા છે, જ્યારે 31 દર્દીઓને રજા અપાઈ છે. રાજકોટ કોર્પોરેશનમાં આજે 53 નવા કેસ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. અમરેલી જિલ્લામાં નવા 24 કેસ નોંધાયા છે, જ્યારે 28 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement