કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કેટલા ડોક્ટરે ગુમાવ્યો જીવ ?
દેશમાં કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 719 ડોક્ટરોના મોત થયા છે. બિહારમાં સૌથી વધુ 111 તબીબોએ જીવ ગુમાવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત પાંચમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 84332 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. કોરોનાની બીજી લહેરમાં ભારતમાં 700થી વધુ ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં કેટલા ડોક્ટરોના બીજી લહેરમાં થયા મોત
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 719 ડોક્ટરોના મોત થયા હોવાનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું છે. બિહારમાં સૌથી વધુ 111 તબીબોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે દિલ્હીમાં 109 ડોક્ટરોના મોત થયા છે. ગુજરાતમાં પણ 37 તબીબો સંક્રમિતોની સેવા કરતી વખતે ખુદ ઝપેટમાં આવીને મોતને ભેટ્યા છે. પોંડિચેરમાં માત્ર 1 તબીબનું મોત થયું છે. જ્યારે ત્રિપુરા, ઉત્તરાખંડ, ગોવામાં 2-2, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 3-3 તબીબોના બીજી લહેરમાં મોત થયા છે.
Indian Medical Association (IMA) says 719 doctors died during second wave of COVID-19 pandemic; maximum 111 doctors lost their lives in Bihar, followed by Delhi (109) pic.twitter.com/4CCFSIMZj6
— ANI (@ANI) June 12, 2021
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
- કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384
- એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690
- કુલ મૃત્યુઆંકઃ 3,67,081
દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.