શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના કારણે 45 વર્ષીય પુરૂષનું મોત, કુલ પાંચનાં મોત
દેશમાં કોરોનાવાયરસના ચેપના કારણે મૃત્યુઆંક હવે ગુજરાત પહેલા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ પાંચ-પાંચ વ્યક્તિનાં મોત થયાં છે.
અમદાવાદઃ ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે રવિવારે કોરોનાના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રવિવારે અમદાવાદમાં એક 45 વર્ષીય પુરૂષું મોત થયું હતું. આ દર્દીને ડાયાબિટિસ સહિતની બિમારીઓ પણ હતી. આ પહેલાં શનિવારે કોરોનાના કારણે અમદાવાદમાં 45 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. શુક્રવારે આ મહિલાને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી કોઈ જણાઈ નથી. આ સાથે SVP હોસ્પિટલમાં મોતનો પ્રથમ કિસ્સો નોંધાયો છે.
ગુજરાતમાં મોતનો પહેલો કિસ્સો સુરતમાં આવ્યા હતો. આ પછી અમદાવાદ અને ત્રીજું મોત ભાવનગરમાં નીપજ્યું હતું. અમદાવાદમાં શનિવારે 45 વર્ષીય મહિલાનું મોત થતાં અમદાવાદમાં મોતનો આંકડો બે પર અને રાજ્યમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો હતો. હવે રવિવારે વધુ એક મોત સાથે અમદાવાદમાં મોતનો આંકડો ત્રણ પર અને ગુજરાતમાં પાંચ પર પહોંચ્યો છે.
ગુજરાતમાં પહેલું મોત સુરતમાં થયું હતું. 67 વર્ષના વૃધ્ધનું મોત થયું હતું. આ વૃધ્ધ ગુજરાતમાં જ કેટલાંક સ્થળે ફરવા ગયા હતા. આ ઉફરાતં દિલ્હી સહિતનાં સ્થળે પણ તે ફરવા ગયા હતા. આ દરમિયાન તેમને ચેપ લાગી ગયો એ ગંભીર બાબત છે. . આ વૃધ્ધને અસ્થમાની તકલીફ હતી તેથી શ્વાસ લેવામા સમસ્યા નડતી હતી. તેના કારણે તેમને લાગેલા ચેપે ગંભીર ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું.
ગુજરાતમાં કોરોનાથી બીજું મોત અમદાવાદમાં થયું હતું. 85 વર્ષિય વૃદ્ધ મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. મહિલા મક્કા મદિનાથી ફરીને આવેલ હતા . જ્યારે ત્રીજું મોત ભાવનગરમાં થયું હતું. શહેરના કલચરિયા પરા વિસ્તારમાં વૃદ્ધનું મોત થયું હતું.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 1000ને પાર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને 84 દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement