શોધખોળ કરો

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ

Wayanad Byelection 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડ પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં એકતરફી પોતાના નજીકના પ્રતિસ્પર્ધી પર 4 લાખથી વધુ મતોની લીડ બનાવી રાખી છે.

Wayanad Election Result 2024: વાયનાડ લોકસભા પેટાચૂંટણી હોટ સીટ બની રહી છે. આ પર બધાની નજર છે. આ સીટ રાહુલ ગાંધીના ખાલી કર્યા બાદ કોંગ્રેસે આ વખતે પ્રિયંકા ગાંધી વાડ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બપોરે સાંજે 4 વાગ્યા સુધી ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ મુજબ પ્રિયંકા 4 લાખ 10 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમના પક્ષમાં 6 લાખથી વધુ મત પડ્યા છે, જ્યારે સીપીઆઈના સત્યન મોકેરીને 2 લાખથી વધુ મત મળ્યા છે. જ્યારે, ભાજપની નવ્યા હરિદાસ ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે, તેમને 1 લાખથી ઓછા મત મળ્યા છે. મતગણતરી હજુ ચાલુ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2024ના વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાના પ્રતિસ્પર્ધીને લગભગ 4 લાખ મતોના અંતરથી હરાવતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ પ્રિયંકાએ પહેલીવાર ચૂંટણી મેદાનમાં કદમ રાખ્યું છે. આ વાયનાડ લોકસભા સીટ પર કુલ 16 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ પ્રિયંકા ગાંધીની લીડે મુકાબલાને એકતરફી બનાવી દીધો છે. પ્રિયંકા ગાંધી જો જીતે છે તો આ જીત કોંગ્રેસ પાર્ટી માટે પોઝિટિવ સંકેત હશે અને પ્રિયંકાનો આત્મવિશ્વાસ વધશે. આ પરિણામો આગામી ચૂંટણીઓમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વને પ્રભાવિત કરી શકે છે.

રાહુલ ગાંધીએ 3 લાખ મતોના મોટા અંતરથી એની રાજાને હરાવ્યા હતા

જો વાત 2024ની કરીએ તો વાયનાડ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 6,47,445 મતો સાથે મોટી જીત નોંધાવી. તેમણે સીપીઆઈના એની રાજાને 3,64,422 મતોના અંતરથી હરાવ્યા. જ્યારે, ભાજપ ઉમેદવાર કે સુરેન્દ્રન 1,41,045 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

ભાઈ રાહુલ ગાંધીની જગ્યાએ ચૂંટણી લડી રહ્યા છે પ્રિયંકા

રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી અને એક ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેમણે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી, સીપીઆઈ (એમ)ના પીપી સુનીરને 4,31,770 મતોના મોટા અંતરથી હરાવ્યા હતા. આ અંતર ભારતીય ચૂંટણી ઇતિહાસમાં સૌથી મોટી જીતના અંતરમાંથી એક હતું. રાહુલ ગાંધીને લગભગ 7,06,367 મત મળ્યા હતા. જ્યારે, પીપી સુનીરને લગભગ 2,74,597 મત મળ્યા હતા. 2024ની વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ સીટને સંભાળતા પોતાની પહેલી લોકસભા ચૂંટણીમાં શાનદાર લીડ બનાવી રાખી છે.

આ પણ વાંચોઃ

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget