શોધખોળ કરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
Dahod district Gai Gohri tradition: દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે, જેને 'ગાય ગોહરી'ના નામે ઓળખવામાં આવે છે.

Dahod’s Unique New Year Ritual: આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં દિવાળી પર્વની આ વિશિષ્ટ ઉજવણી વર્ષોથી યોજાતી આવી છે.
1/9

ગરબાડા અને ગાંગરડી ગામમાં નવા વર્ષના દિવસે ગાયોને વિશેષ રીતે શણગારવામાં આવે છે.
2/9

પશુઓના પગમાં ઘુઘરા, માથે મોરપીંછ, મોરિંગા, ફુગ્ગા, મહેંદી સહિતની અનેક શણગાર સામગ્રીથી તેમને સજાવવામાં આવે છે.
3/9

ધરતીપુત્રો પોતાના પશુધનને શણગારવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે.
4/9

કાર્યક્રમની શરૂઆત મેઇન બજારમાં આવેલા માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતીથી થાય છે. ત્યારબાદ શણગારેલા પશુઓને ઢોલ નગારા અને ફટાકડાના તાલે દોડાવવામાં આવે છે.
5/9

આ દરમિયાન એક અનોખી પરંપરા મુજબ ખેડૂતો દોડતા પશુઓના ટોળા નીચે દંડવત પ્રણામ કરે છે.
6/9

સ્થાનિક માન્યતા અનુસાર, આખા વર્ષ દરમિયાન પશુઓ પાસેથી કરાવેલા કામ અને કદાચ થયેલી મારપીટના પ્રાયશ્ચિત રૂપે આ વિધિ કરવામાં આવે છે.
7/9

આ અનોખો ઉત્સવ નિહાળવા દેશ પરદેશથી હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે.
8/9

દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ, દાહોદ અને લીમડી વિસ્તારમાં યોજાતી આ પરંપરાગત ઉજવણીમાં આજ સુધી કોઈ અકસ્માત કે નુકસાનની ઘટના નોંધાઈ નથી.
9/9

જેસાવાડાનો ગોળ ગધેડો અને રણીયારનો ચૂલનો મેળો સાથે આ પરંપરા જિલ્લાની સાંસ્કૃતિક ઓળખનો ભાગ બની ગઈ છે.
Published at : 02 Nov 2024 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
