શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. મૃત્યુઆંક 1906 પર પહોંચ્યો છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 7778 દર્દીઓ સ્ટેબલ છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સંક્રમિત કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે. આજે 340 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 34686 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1906 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 195, સુરત કોર્પોરેશનમાં 190, વડોદરા કોર્પોરેશનમાં 50, જુનાગઢ કોર્પોરેશન 24,સુરત 14, ખેડા-14, સુરેન્દ્રનગર 14, ભરુચ -13, પંચમહાલ-13, જામનગર કોર્પોરેશન - 12, વડોદરા -12, ભાવનગર કોર્પોરેશન 11, પાટણ 11, ભાવનગર -10, ગાંધીનગર કોર્પેરેશન, અમદાવાદ અને આણંદમાં 9-9 કેસ, બનાસકાંઠા-8, ગાંધીનગર-7, મહીસાગર-7, રાજકોટ કોર્પોરેશન, વલસાડ અને નવસારીમાં 6-6 કેસ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં પાંચ-પાંચ કેસ, રાજકોટ-4, નર્મદા-3, તાપી-3, બોટાદ-2, જુનાગઢ-2, મોરબી-2, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં એક-એક કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10 , સુરત કોર્પોરેશનમાં 3, સુરત-2, પંચમહાલ-1 અને ખેડામાં 2 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1906 લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24941 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 7778 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,95,873 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement