શોધખોળ કરો
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ, 24નાં મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 7403
છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે અને 163 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર : રાજ્યના કોરોના કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે અને 163 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7403 પર પહોંચી છે અને મૃત્યુઆંક 449 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 269 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા-25, સુરત-25, ભાવનગર-1,આણંદ 1,ગાંધીનગર 9,પંચમહાલ 6, બનાસકાંઠા-8,બોટાદ 3,ગીર સોમનાથ 1,ખેડા 7, જામનગર 7,સાબરકાંઠા 7,અરવલ્લી 20,મહિસાગરમાં 1 કેસ સામે આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 13નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 11નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 24 મોતમાંથી અમદાવાદમાં 22, સુરત અને ભાવનગરમાં 1- 1 મોત થયા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 449 પર પહોંચ્યો છે.
આજે કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 115, આણંદ-3, બનાસકાંઠા- 3,ભાવનગર 2,બોટાદ 3, છોટાઉદેપુર 1, નવસારી 1, પાટણ-2, સુરતમાં -24,તાપી 1, વલસાડ 1 અને વડોદરામાં 7 દર્દીઓ સાથે કુલ 163 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 105387 ટેસ્ટ થયા જેમાંથી 7403 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement