Cyclone Biparjay: આવી રહ્યું છે વધુ એક ઘાતક વાવાઝોડુ, અરબ સાગરમાં સર્જાશે 'Biparjay'
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલમાં મોચા વાવાઝોડાને લઇને લોકો અને તંત્ર ચિંતિત છે, ત્યાં તો વધુ એક વાવાઝોડુ, એટલે કે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે
Cyclone Biparjay: દેશમાં એક પછી એક વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે, અત્યારે એક વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ત્યાં તો બીજા એક અન્ય વાવાઝોડાએ રૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, અરબ સાગરમાં વધુ એક ઘાતક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને તે ગમે તે સમયે ઝાટકી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલમાં મોચા વાવાઝોડાને લઇને લોકો અને તંત્ર ચિંતિત છે, ત્યાં તો વધુ એક વાવાઝોડુ, એટલે કે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. આ વાવાઝોડું વિવિધ મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફી રહેવાનો અંદાજ વધુ દેખાઇ રહ્યો છે. આ વાવાઝોડુ જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ હશે તે સમયે આ વાવાઝોડુ ઉદભવી શકે છે. અરબ સાગરમાં ઉદભવશે તેનું નામ ‘બીપર જય' વાવાઝોડુ હશે, આ વાવાઝોડાનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા થયેલું છે. બાંગ્લાદેશે આનુ નામ ‘Biparjay' - ‘બીપર જય' રાખ્યુ છે.
હાલમાં ભારતમાં ‘મોકા' વાવાઝોડાનો ભય ઉદભવ્યો છે. આ વાવાઝોડુ અત્યારે બંગાળની ખાડીમાં ઘુમરાઇ રહ્યું છે, જેના પ્રભાવે ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાં શુષ્ક વાતાવરણને અને હિટવેવ, ગરમી વધી રહી છે. જોકે માસાંતે એટલે કે માસના અંતિમ દિવસોમાં અરબ સાગરમાં એક અન્ય વાવાઝોડું આકાર લેશે, તેમ હવામાન એજન્સીઓ પોતાના મૉડેલોમાં દર્શાવી રહી છે. આ વાવાઝોડાનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા થયેલું છે. તેનું નામ ‘Biparjay' - ‘બીપર જય' હશે. અરબ સાગરમાં તેનું ઉદભવસ્થાન હશે, અને તેનો ટ્રેક (દિશા) જુદાજુદા મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફનો હશે.
જોરદાર પવન, તોફાન, વરસાદ... 'મોચા' - ઝડપથી આગળ વધી રહ્યું છે
Cyclone Mocha Update: બંગાળની ખાડીમાં વાવાઝોડું 'મોચા' હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગલ્ફના દક્ષિણપૂર્વમાં ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આઈએમડીનું કહેવું છે કે બંગાળની ખાડી પરનું ઊંડું દબાણ ચક્રવાતી તોફાન 'મોચા'માં ફેરવાઈ ગયું છે. આજે મધ્યરાત્રિએ તે ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. જેના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDના ભુવનેશ્વર પ્રાદેશિક કેન્દ્રના ડિરેક્ટર એચઆર બિસ્વાસે જણાવ્યું હતું કે, "ઊંડું ડિપ્રેશન બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં છે. ડીપ ડિપ્રેશન આજે સવારે જ ત્યાં રચાયું છે અને તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી તે ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે."