શોધખોળ કરો

Botad : વાવાઝોડામાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની સુંદર કામગીરી, 20 લોકોને કેવી રીતે કરી મદદ?

બોડેલીથી તુરખા ગામ જવાનું હોય ચાલુ વરસાદમાં 15 મજૂરો અને 5 બાળકો પરેશાન થઈ રહ્યા હતા. તાજપર સર્કલ પાસે પેટ્રોલીગ દરમ્યાન તમામ લોકો પર નજર પડતા તમામ 20 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

બોટાદઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે બોટાદ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જોકે, આ બધાની વચ્ચે બોટાદ પોલીસની સરાહનીય કામગીરી પણ સામે આવી છે. 

બોડેલીથી તુરખા ગામ જવાનું હોય ચાલુ વરસાદમાં 15 મજૂરો અને 5 બાળકો પરેશાન થઈ રહ્યા હતા.  તાજપર સર્કલ પાસે પેટ્રોલીગ દરમ્યાન તમામ લોકો પર નજર પડતા તમામ 20 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. નોંધનીય છે કે, વાવાઝોડાને પગલે વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હોવાથી આ લોકોને વાહન મળી રહ્યું નહોતું. જોકે, પોલીસની નજર પડતા તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. 

આજે બોટાદ જિલ્લામાં કલમ 144  લાગુ કરાઈ. તાઉતે વવાઝોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું. કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા આદેશ જારી કર્યો છે. ઇમર્જન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું. આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે.  જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

તાઉતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસાદ વરસતો રહ્યો. રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધીમાં ગઢડામાં 4 ઈંચ, બરવાળામાં 1.5 ઈંચ, બોટાદમાં 2 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરસાઇ થયું છે. સ્ટેશન રોડ પર જીઈબીની સામે મહાકાય વૃક્ષ ધરસાઇ થયું છે. સદનસીએ કોઈ જાનહાની થઈ નથી. સાથોસાથ સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. 
 
બોટાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી. જિલ્લાના ઢસામાં ત્રણ અને બોટાદમાં બે વૃક્ષો ધરાશયી થયા. બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશયી. જિલ્લામાં ગત રાત્રીથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ. 

ઢસામાં વીજ ટ્રાન્સમોફર ધરાસાયી થયું. ઢસાના ભાવનગર રોડ પર આઇસર ગાડી પર ટ્રાન્સમોફર પડ્યું. તૌકતે વાવાઝોડાના પગલે જિલ્લામાં નુકશાન થઈ રહ્યું છે. સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી.
સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે. 

કોવિડ 19 હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી. વૃક્ષ ધરાશયી થતા રસ્તો થયો બંધ. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. જે.સી.બી મશીનને આવામાં મોડું થતા પોલીસ વિભાગ દ્વારા જાતે વૃક્ષને દોરડા વડે હટાવી રસ્તો ખુલ્લો કર્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Embed widget