(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Tauktae : ભાવનગર જિલ્લામાં દરિયો બન્યો તોફાની, કેટલા ફૂટ ઉંચા ઉછળ્યા મોજા?
વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી રહી છે.
ભાવનગરઃ ગુજરાતમાં ગઈ કાલે રાતે તૌકતે વાવાઝોડાનું આગમન થયું છે, જેને કારણે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં, ગુજરાતમાં વાવાઝોડામાં 3 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં લગાવી દેવામાં આવી કલમ 144, કોને નિયમ લાગું નહીં પડે?
બોટાદઃ ગુજરાતમાં વાવાઝોડાને પગલે ગઈ કાલે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. આ પછી આજે બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ. તાઉતે વવાઝોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું.
કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા આદેશ જારી કર્યો છે. ઇમર્જન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું. આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરાશે.
તાઉતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસાદ વરસતો રહ્યો. રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધીમાં ગઢડામાં 4 ઈંચ, બરવાળામાં 1.5 ઈંચ, બોટાદમાં 2 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.
ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરસાઇ થયું છે. સ્ટેશન રોડ પર જીઈબીની સામે મહાકાય વૃક્ષ ધરસાઇ થયું છે. સદનસીએ કોઈ જાનહાની થઈ નથી. સાથોસાથ સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
બોટાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી. જિલ્લાના ઢસામાં ત્રણ અને બોટાદમાં બે વૃક્ષો ધરાશયી થયા. બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશયી. જિલ્લામાં ગત રાત્રીથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ.
ઢસામાં વીજ ટ્રાન્સમોફર ધરાસાયી થયું. ઢસાના ભાવનગર રોડ પર આઇસર ગાડી પર ટ્રાન્સમોફર પડ્યું. તૌકતે વાવાઝોડાના પગલે જિલ્લામાં નુકશાન થઈ રહ્યું છે. સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી.
સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે.
કોવિડ 19 હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી. વૃક્ષ ધરાશયી થતા રસ્તો થયો બંધ. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. જે.સી.બી મશીનને આવામાં મોડું થતા પોલીસ વિભાગ દ્વારા જાતે વૃક્ષને દોરડા વડે હટાવી રસ્તો ખુલ્લો કર્યો.