દાદરા અને નગર હવેલી, દમણ-દીવ...આ પ્રદેશ અમારુ ગર્વ અને વિરાસત - સેલવાસમાં બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અહીં કેન્દ્રીય જલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સેલવાસ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અહીં કેન્દ્રીય જલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથો સાથ રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. અહીં તેમણે જંગીસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે સેલવાસાને નવી ઓળખ મળી છે. જૂના સાથીઓને મળવાની તક મળી છે. સેલવાસમાં દરેક પ્રદેશના લોકો રહે છે.
#WATCH | PM Narendra Modi inaugurates and lays the foundation stone of various development projects worth Rs 2,587 crores in Silvassa of Dadra and Nagar Haveli
— ANI (@ANI) March 7, 2025
(Source: ANI/DD) pic.twitter.com/6T8oMdMTKZ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ અમારા માટે માત્ર કેંદ્ર શાસિત પ્રદેશ નથી, અમારુ ગર્વ છે અને વિરાસત પણ છે. આ પ્રદેશ હાઈટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું બને, આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ માટે જાણીતુ બને. વર્લ્ડ ક્લાસ ઈન્સટીટ્યૂટ માટે ઓળખ બને. ઔદ્યોગિક પ્રગતિ, યુવાઓ માટે નવા અવસર અને મહિલાઓની ભાગીદારી ચારે તરફ વિકાસ, પ્રફૂલભાઈ પટેલની મહેનત અને કેંદ્ર સરકારની મદદથી આપણે તેનાથી દૂર નથી. છેલ્લા 10 વર્ષમાં ઝડપથી કામ કર્યું છે.
સરકારની દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થીને મળી રહ્યો છે. એક સમય હતો અહીંના યુવાનોને હાયર એજ્યુકેશન માટે બહાર જવુ પડતું હવે દમણ સેલવાસા એજ્યુકેશનનું હબ બની ગયું છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સંઘ પ્રદેશ એવો વિસ્તાર જ્યાં ચાર ભાષામાં શિક્ષણ અપાય છે. બાળકો સ્માર્ટસ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે જન ઔષધી દિવસ છે, જન ઔષધી કેંદ્રોમાં સસ્તી દવાઓ મળી રહી છે. અમારી સરકાર સામાન્ય માનવીઓની આવશ્યક્તાઓને લઈ સંવેદનશીલ છે.
સેલવાસ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે આપણું સેલવાસા એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે. સેલવાસા એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં દરેક પ્રકારના લોકો વસી રહ્યા છે. દાદાનગર હવેલીમાં નવા અવસરોનો વિકાસ થયો છે. આ વિકાસ અભિયાન હેઠળ 2500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજના ખાતમૂહુર્ત કર્યું છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી, આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે.
2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સેલવાસમાં PM મોદીએ જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપી છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂપિયા 2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.





















