શોધખોળ કરો

ડીસાઃ ઘરેથી 41 લાખ લઈને નિકળેલા બિઝનેસમેનની કોણે કરી નાંખી હત્યા? કોણ છે આ હત્યારા?

આ હત્યા બે વેપારીઓએ જ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દાડમની સાથે ખરીદી કરતા રમેશ નાનજી ચૌધરી અને કિરણ ઠાકોરે સાથે મળી લૂંટ કરી હત્યા કરી હતી. પોલીસે બંને હત્યારાઓ સહિત રોકડ સહિત શિફ્ટ કાર જપ્ત કરી છે.

થરાદઃ ચાર દિવસ પહેલા ડીસાના દાડમના વેપારીની લૂંટ કરી હત્યા કરવાના ગુનોનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. તેમજ આ ગુનામાં બે હત્યારાઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. ડીસાના દાડમના વેપારીની હત્યા કર્યા પછી હાથ બાંધેલી હાલતમાં થરાદ પાસેની કેનાલમાંથી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો હતો. વેપારી ગત સોમવારે 41 લાખ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા પછી ગઈ કાલે થરાદની કેનાલમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતાં આ લાશ ડીસાની શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી સંતોષભાઇ ઉર્ફે સંજયભાઇ પરમાર (માળી)ની હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા બે વેપારીઓએ જ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દાડમની સાથે ખરીદી કરતા રમેશ નાનજી ચૌધરી અને કિરણ ઠાકોરે સાથે મળી લૂંટ કરી હત્યા કરી હતી. પોલીસે બંને હત્યારાઓ સહિત રોકડ સહિત શિફ્ટ કાર જપ્ત કરી છે. વેપારી સંજયભાઈ દાડમના નાણા ચૂકવવા માટે સોમવારે સવારે થરાદના ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણા ચૂકવવા માટે ઘરેથી રૂપિયા 30 લાખ અને બેંકમાંથી રૂપિયા 11 લાખ મૂળી કુલ 41 લાખ રૂપિયા સાથે પોતાની સ્વિફ્ટ કારમાં ઘરેથી નીકળ્યા હતા. તેમજ રાત્રે ઘરે આવી જવાનું જણાવ્યું હતું. ડીસાઃ ઘરેથી 41 લાખ લઈને નિકળેલા બિઝનેસમેનની કોણે કરી નાંખી હત્યા? કોણ છે આ હત્યારા? જોકે, સોમવારે મોડી રાત્ર સુધી તેમનો કોઈ સંપર્ક ન થતાં તેઓ મંગળવાર સવારે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એમની હત્યા કરાયેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ થતાં તેઓ થરાદ હોસ્પિટલ દોડી ગયા હતા. સંજયભાઈના પત્ની ચાંદનીબેને સોમવારે રાત્રે લગભ સાડા નવ વાગ્યે વાત કરી હતી. જેમાં વેપારીની બાજુમાં બેઠેલા માણસો હિન્દીમાં વાત કરતા હતા. આ પછી મોડી રાત્ર સુધી સંજયભાઈ ઘરે ન આવતાં પરિવારજનોએ દાડમની લે વેચનો વેપાર કરતા લાખણી તાલુકાના જડીયાલી ગામના નાનજી અણદાજી ચૌધરી સાથે મોબાઈલમાં વાત કરી હતી. તેમણે વેપારી સંજયભાઈ રાત્રે દસ વાગ્યે દિયોદર હતા એમ જણાવ્યું હતું. લૂંટારુઓએ સંજયભાઈ પાસેથી 41 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. તેમજ હાથ બાંધીને લાશ કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી તેમની કાર મળી આવી નથી. જેથી લૂંટારા કાર અને પૈસા લઈને ભાગી ગયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. વેપારીના ભાઈ સેવકરામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Embed widget