શોધખોળ કરો

Arvind Kejriwal Road Show: વલસાડમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો, જાણો શું આપ્યું નિવેદન

Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વલસાડ પહોંચ્યા છે. વલસાડમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો છે.

Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વલસાડ પહોંચ્યા છે. વલસાડમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો છે. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા અને અગ્રણીઓ રોડ શોમાં જોડાયા છે. વલસાડના જાહેર રસ્તાઓ અને બજારમાંથી કેજરીવાલનો રોડ શો પસાર થઈ રહ્યો છે. રોડ શો દરમ્યાન અરવિંદ કેજરીવાલે મફત વીજળી, શિક્ષણ અને મફત સારવારની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલના રોડ શોને લઈને આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારે કરી દાદાગીરી

આમ આદમી પાર્ટીના ઉમેદવારની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ટોલ બુથના કર્મચારી પર રોફ જમાવી માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ ઘટના ગત રાત્રીએ બની હતી. વેરાવળ નજીક ડારી ટોલ બુથ પરની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના જગમાલ વાળા સહિતના મળતીયાની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે.  ટોલ કર્મચારી દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રભાસ પાટણ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, જગમાલ વાળા સોમનાથ વિધાનસભા બેઠકના આમઆદમી પાર્ટીના ઉમેદવાર છે. થોડા સમય પૂર્વે પણ ટોલ બુથ માથાકૂટ કરી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેકટ મેનેજરને ઓફીસમાં ઘુસી માર મારેલ જેમાં પણ પોલીસે ગુન્હો નોંધી એક દિવસ જેલમાં રાખ્યા હતા. થોડા મહિના અગાઉ પણ નેશનલ હાઇવે ઓફીસમાં માથા કુટ કરી હતી. તે સમયે એક દિવસ જેલમાં રહેવું પડયું હતું ત્યાર બાદ આપમાં જોડાયા હતા. ફરી એક વખત હાઇવે પર માથાકુટ કરી જેની ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

AAPના આ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પાછું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આજે ઘાટલોળિયાથી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. તો બીજી તરફ આમ આદમીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીઘું છે. આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ દ્રારા ધાક ધમકી આપીને તેમને ફોર્મ પરત લેવડાવવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા. તેઓ કાલ સવારથી જ ગૂમ હતા.અને તેમને શોધતા હતા. તેમણે કહ્યું કે,. જનસેવાની ભાવનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કંચનભાઇને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જેના કારણે તેમણે દુ;ખી હૃદયે ફોર્મને પરત ખેંચ્યું છે.

ટોપ સ્ટોરી

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget