રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈ કૃષિ વિભાગે તૈયાર કર્યો સર્વે રિપોર્ટ
અતિશય વરસાદ થયો હોય તેવા 8 જિલ્લામાં પેકેજની જાહેરાત નથી થઈ ત્યાં તો નવા સર્વેની વાત સરકાર કરી રહી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈ સર્વે રિપોર્ટ કૃષિ વિભાગે તૈયાર કરી કૃષિમંત્રીને સોંપ્યો છે.
અતિશય વરસાદ થયો હોય તેવા 8 જિલ્લામાં પેકેજની જાહેરાત નથી થઈ ત્યાં તો નવા સર્વેની વાત સરકાર કરી રહી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈ સર્વે રિપોર્ટ કૃષિ વિભાગે તૈયાર કરી કૃષિમંત્રીને સોંપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકશાન સંદર્ભે તપાસના આદેશ અપાયા હતા. સર્વે રિપોર્ટ મુજબ 19 અને 20 નવેમ્બરે બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, જુનાગઢ, મહેસાણા, નર્મદા, નવસારી, પાટણ, સાબરકાંઠા, સુરત, વલસાડ અને કચ્છ જીલ્લાના કુલ 48 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
જ્યારે 23 તાલુકા કે જ્યાં બે ઈંચથી વધુ પડ્યો તેવા બનાસકાંઠાના 5, મહેસાણાના 2, નર્મદા, નવસારી, સુરતનો 1-1 તાલુકો જ્યારે પાટણના 6, સાબરકાંઠાના 4 અને વલસાડના 2 તાલુકાનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે ૧૯ અને ૨૦ નવેમ્બર ના રોજ બનાસકાંઠા , છોટા ઉદેપુર , ડાંગ , જુનાગઢ , મહેસાણા , નર્મદા , નવસારી , પાટણ , સાબરકાંઠા , સુરત , વલસાડ અને કચ્છ જીલ્લાના કુલ ૪૮ તાલુકામાં ૨૫ મિલી મીટર થી વધુ કમોસમી વરસાદ થયેલ છે.
ઉપરોક્ત જિલ્લા પૈકી બનાસકાંઠા -૧૧ , છોટા ઉદેપુર -૧ , ડાંગ ૨ , જુનાગઢ -૧ , મહેસાણા -૬ , નર્મદા -૩ , પાટણ -૮ , સાબરકાંઠા -૫ , સુરત -૫ , વલસાડ -૨ , કચ્છ -૨ મળીને કુલ ૪૮ તાલુકામાં ૨૫ મિલી મીટર ( ૧ - ઇંચ ) થી વધુ કમોસમી વરસાદ થયેલ છે.
ઉપરોક્ત ૨૫ - મિલી મીટર ( ૧ - ઇંચ ) થી વધુ વરસાદવાળા કમોસમી વરસાદવાળા જીલ્લા પૈકી બનાસકાંઠા -૫ મહેસાણા -૨ , નર્મદા -૧ , નવસારી -૧ , પાટણ -૬ , સાબરકાંઠા -૪ , સુરત -૧ , વલસાડ -૨ , કચ્છ -૧ એમ મળીને કુલ -૨૩ તાલુકામાં ૫૦ મિલી મીટર ( ૨ - ઇંચ ) થી વધુ કમોસમી વરસાદ નોંધાયો. આ રિપોર્ટ લઈને કૃષિ મંત્રી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. આ રિપોર્ટ ના આધારે ખેડૂતો ને કૃષિ નુકશાની સહાય ચૂકવવા અગે નિર્ણય લેવાય શકે છે.
Tomato Price: મારી નાંખશે મોંઘવારી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટમેટાએ લગાવી સદી, આ શહેરમાં 160 રૂપિયાએ પહોંચ્યો ભાવ
મોંઘવારીના મારથી આમ આદમી પરેશાન છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરથી લઈ શાકભાજીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ટમેટાના ભાવમાં ભડકો થયો છે. ટમેટાનો ભાવ 150 રૂપિયાને પાર થઈ ગયો છે. શિયાળામાં 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટમેટાની કિંમત અમદાવાદ સહિત અનેક શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
ચેન્નઈમાં 160 રૂપિયા કિલો પર પહોંચ્યો ભાવ
આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પૂરના કારણે ટમેટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પૂરના કારણે ટેમટાના પાકને નુકસાન થયું છે. ઉત્પાદન ઓછું હોવાથી અને વરસાદથી પાક ખરાબ થવાના કારણે ટમેટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચેન્નઈમાં એક કિલો ટમેટાનાં ભાવ 160 રૂપિયા પર પહોંચી ગયો છે.
ચેક કરો ટેમેટાનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં એક કિલો ટમેટાનો ભાવ 110 રૂપિયા છે, જ્યારે ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
બેંગલુરુમાં એક કિલો ટમેટાનો ભાવ 110 રૂપિયા છે, જ્યારે ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
દેશની રાજધાની દિલ્હીમાં ટેમેટાનો ભાવ 60 થી 90 રૂપિયા પ્રતિ કિલો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ટમેટાનો ભાવ 80 રૂપિયા કિલો અને ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
ચેન્નઈમાં કિલો ટમેટાનો ભાવ 160 રૂપિયા પહોંચી ગયો છે.