શોધખોળ કરો

રાજ્યની જનતા માટે આવ્યા  સારા સમાચાર, ચોમાસાને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગના વાવાઝોડાનું મોનિટરીંગ કરતા આનંદકુમાર દાસનો દાવો છે કે ભારતમાં વરસાદી ખેતી થાય છે તેથી સારો પાક લેવા માટે અને સારી ખેતી માટે ચોમાસું સામાન્ય રહે તે મહત્વનું છે

ગાંધીનગરઃ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, આગામી ચોમાસુ સમયસર રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચોમાસુ સમયસર રહેવાની આગાહી કરી છે. ચોમાસુ સમયસર તો રહેશે જ સાથે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અને 99 ટકા કે તેથી વધુ વરસવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગના મતે આંદામાનમાં સર્જાનારૂં ડિપ્રેશન આ વર્ષે ચોમાસુ સમયસર લાવી શકે છે. જૂન મહિનામાં કેરળના દરિયાકાંઠેથી ચોમાસુ શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી દેશમાં વરસાદ લાવશે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસુ બેસી જતું હોય છે. હવામાન વિભાગના વાવાઝોડાનું મોનિટરીંગ કરતા આનંદકુમાર દાસનો દાવો છે કે ભારતમાં વરસાદી ખેતી થાય છે તેથી સારો પાક લેવા માટે અને સારી ખેતી માટે ચોમાસું સામાન્ય રહે તે મહત્વનું છે. આ વખતે ઈંટરટ્રોપ્લિ કન્વર્ઝન ઝોન જે ભૂમધ્ય રેખા નજીક છે. ત્યાં વરસાદને ખેંચી લાવતા વાદળો સર્જાય છે અને ઉષ્ણકટિબંધ વિસ્તારમાં તે ભીની કે સૂકી મોસમ સર્જે છે તે સિસ્ટમ ઘણી સક્રિય છે. આ બાબત નિર્દેશ કરે છે કે દેશમાં ચોમાસુ સમયસર શરૂ થઈ શકે છે. જોકે પાંચ દિવસ ચોમાસુ વહેલુ કે મોડું રહેવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.

રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળો છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. જો કે રવિવારથી છ દિવસ માટે તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઈ શકે છે. અને તાપમાન 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે.

ગુરૂવારે રાજ્યના અન્ય શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટમાં 41.3 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો. ગાંધીનગર અને અમરેલીમાં ગરમીનો પારો 40.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને નીચે નોંધાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો

Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન

for smartphones
and tablets

વિડિઓઝ

Surat Lok Sabha | એક ટેકેદાર કુંભાણીના સગા બનેવી, અમે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરીશુંParshottam Rupala | ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો વાંધોLoksabha Election 2024: ભરૂચ લોકસભાના બીજેપી ના ઉમેદવારે મનસુખ વસાવાનો પ્રાચર તેજSurat Crime: ડીંડોલીમાં હુમલાની ઘટના મામલે ડિંડોલી પોલીસે ભાડુઆત હુમલાવરની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા

Lok Sabha Elections:  ડિજિટલ પ્રચારમાં ભાજપની રણનીતિ પરનો આ રિપોર્ટ તમને ચોંકાવી દેશે

T20 World Cup 2024: આ તારીખે થશે ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ સંભવિત 15 સભ્યોની ટીમ

DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી

Embed widget