![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રસી ન લેનારાઓને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચીમકી, કહ્યું- બહાનુ કાઢી રસી ન લે તે.....
નીતિન પટેલે તમામને જલદી વેક્સીન લઈ લેવા અપીલ કરી છે.
![રસી ન લેનારાઓને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચીમકી, કહ્યું- બહાનુ કાઢી રસી ન લે તે..... Deputy Chief Minister Nitin Patel's warning to those who do not get vaccinated રસી ન લેનારાઓને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચીમકી, કહ્યું- બહાનુ કાઢી રસી ન લે તે.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/1e0e469ebdf505a6b8af5e63d330e806_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોના વેક્સીનને લઈને ગેરમાન્યતા ફેલાવતા લોકોને નાયબ મુખ્યમંત્રીએ સીધી ચીમકી આપી છે. તેમણે કહ્યું કે કોઈ બહાનું કાઢી વેક્સીન ન લે તે ચલાવી લેવામાં નહીં આવે. વેક્સીનેશનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ બાકી રહેલા લોકોને કેવી રીતે વેક્સીન લેવડાવવી તે અંગે સરકાર અલગથી અને કડકાઈથી નિર્ણય લેશે.
સાથે જ કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયેલા હોય અને વેક્સીન ન લેતા હોય તેમાં આરોગ્ય વિભાગનો કોઈ વાંક નથી. નીતિન પટેલે તમામને જલદી વેક્સીન લઈ લેવા અપીલ કરી છે. મહત્વનુ છે કે રાજ્યમાં અત્યાર સુધી ચાર કરોડ લોકોએ વેક્સીન લઈ લીધી છે. રાજ્યમાં રોજ ચારથી પાંચ લાખ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 4,58,824 દર્દીઓનું રસીકરણ થયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાંથી વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,934 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.
જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 184 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી.
જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 32 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,250 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 92,212 નાગરિકોને રસીનો પ્રથમ અને 57,964 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,77,981 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4,58,824 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,06,38,910 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)