શોધખોળ કરો
Advertisement
શું રાત્રિ કરફ્યૂ ટૂંક સમયમાં હટાવશે, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શુ કરી જાહેરાત
કોરોનાના પગલે રાજયના 4 મહાનગરોમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. જો કે આ ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાય તેવા સંકેત નાયબ મુખ્યમંત્રીએ આપ્યાં છે
રાત્રિ કર્ફયૂ:કોરોનાની મહામારીના કારણે રાજ્યના 4 મહાનગરોમાં હજું પણ કર્ફ્યૂ યથાવત છે. જો કે આ મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,. વેપાર રોજગારને ફરી ગતિ માટે તે માટે કેટલાક અગત્યના નિર્ણય કરવા જરૂરી છે. . નીતિન પટેલે જણાવ્યું કે, વેપારને ગતિ આપવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તબક્કાવાર રીતે રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવશે.
31મી જાન્યુઆરી સુધી રહેશે રાત્રિ કર્ફયૂ
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લાબા સમયથી યથાવત છે. જેના કારણે ખાસ કરીને ખાણીપીણીના વેપારીઓ પરેશાન હતા અને કર્ફ્યૂનો અંત ક્યારે આવશે તેની અટકળો ચાલતી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 31 જાન્યુઆરી બાદ રાત્રિ કર્ફૂય પૂર્ણ કરવાનું નિવેદન ઉપમુખ્યંમત્રી નિતીન પટેલે આપ્યું છે.
નોધનિય છે કે, દિવાળીના પર્વ બાદ ખાસ કરીને મહાનગરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં રાત્રિ કર્ફયૂનો નિર્ણય યથાવત રાખ્યો હતો. જો કે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement