(Source: ECI/ABP News/ABP Majha)
DHAROI DAM: ધરોઇ ડેમનો આકાશી નજારો, એક ગેટ ખોલીને સાબમતીમાં છોડાયું પાણી, જુઓ તસવીરો....
ધરોઇ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. હાલમાં ધરોઇ ડેમ 90 ટકા ભરાઇ ભરાઇ ગયો છે અને ત્યાં અદભુત નજારો સર્જાયો છ
DHAROI DAM: ગુજરાતમાં ચોમાસાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે અને ઠેક ઠેકાણે વરસાદે કેર વર્તાવ્યો છે. આ વખતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય સ્થળોએ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે મહેસાણા નજીક આવેલો ધરોઇ ડેમ ફૂલ થઇ ગયો છે, ધરોઇ ડેમમાંથી પાણીને સાબમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
આ બધાની વચ્ચે ધરોઇ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. હાલમાં ધરોઇ ડેમ 90 ટકા ભરાઇ ભરાઇ ગયો છે અને ત્યાં અદભુત નજારો સર્જાયો છે. હાલમાં ધરોઇ ડેમનું પાણીને લેવલ 618.69 ફૂટ પર પહોંચ્યુ છે. સતત પાણીની આવકને લઇને ધરોઇ ડેમનો એક ગેટ ખોલીને 12888 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે.
જુઓ ધરોઇ ડેમની આકાશી નજારાની તસવીરો.....
સાબરમતી કાંઠા વિસ્તારો એલર્ટ મૉડ પર -
ગઇકાલે મહેસાણાના ધરોઈ ડેમનો બીજો ગેટ ખોલાયો હતો અને ડેમમાંથી નદીમાં 9236 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કાલે ડેમમાં 9286 ક્યુસેક પાણીની આવક થઇ રહી હતી. જ્યારે હાલ ધરોડાઈ ડેમની સપાટી 619 ફૂટ છે. ધરોઈ ડેમમાંથી સાબરતમી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે સાબરમતી કાંઠા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાના તંત્રને જાણ કરાઇ છે. ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ધરોઇ ડેમની કુલ 622 સપાટી સામે 619 ફૂટ સુધી ભરાશે. ડેમની જળ સપાટી ચાલુ માસે 619 ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે.
ગુજરાતના કુલ 207 પૈકી 61 ડેમ સંપૂર્ણ ભરેલા -
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના 207 ડેમમાં કુલ 69.73 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતના કુલ 207 પૈકી 61 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 46 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.85 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 પૈકી 3 ડેમ સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 69.54 ટકા જથ્થો છે.