વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
રાજકોટમાં ધુળેટીની ઉજવણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીનું નિવેદન; કોંગ્રેસ પ્રવક્તાએ ટીકા કરી.

Vijay Rupani BJP message: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ અને સંગઠનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોંગ્રેસના નેતાઓ ભલે આવે, પરંતુ તેમની સાથે સત્તા માટે કોઈપણ પ્રકારની સોદાબાજી કરવી જોઈએ નહીં. રાજકોટમાં પોતાના પરિવાર અને સોસાયટીના નાના બાળકો સહિતના લોકો સાથે ધુળેટીની ઉજવણી કરી રહેલા રૂપાણીએ આ મહત્વનું નિવેદન આપ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું જોઈએ અને કોંગ્રેસ સાથે કોઈપણ સંજોગોમાં સત્તા માટે સમજૂતી ન કરવી જોઈએ. તેમણે ધુળેટીના પર્વ નિમિત્તે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ બાબતે ખાસ શીખ આપી હતી.
આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસની નીતિઓ અને નેતૃત્વની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રીનું આ મોટું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના તાજેતરના નિવેદન પર કોંગ્રેસે તીખો પ્રતિભાવ આપ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભાજપના નેતાઓ પાસેથી સાચું બોલવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે, પરંતુ હોળીના પર્વ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રીએ આશ્ચર્યજનક રીતે સાચું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીનું આ નિવેદન ભાજપના તમામ કાર્યકર્તાઓની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સિનિયર નેતાઓ પણ ખાનગીમાં સ્વીકારે છે કે પાર્ટીને વર્ષો સુધી સેવા આપ્યા બાદ કાર્યકર્તાઓને માત્ર 'ગાભા મારવા' માટે જ રાખવામાં આવે છે.
કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં કાર્યકર્તાઓને ફક્ત ખુરશીઓ સાફ કરવા માટે જ રાખવામાં આવ્યા હોય તેવી લાગણી તેઓ અનુભવી રહ્યા છે. તેમણે રૂપાણીના નિવેદનને ભાજપના કાર્યકર્તાઓની પીડા અને નિરાશાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
રાજ્યમાં ધુળેટીની ઉજવણી
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હોળી નિમિત્તે ભવ્ય રંગોત્સવ ઉજવણી કરાઈ, રાજસ્થાનથી ખાસ લવાયેલા 51 હજાર કિલો નેચરલ કલરથી ડીજેના તાલે ઢોલ નગારા સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે જ દાદાને હોળી નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્દયોહતો. દેશ વિદેશના હજારો ભાવિકોએ દર્શન અને હોળી ઉજવણી કરી ધન્યતા અનુભવી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
