શોધખોળ કરો

ગુજરાતમાં આવતીકાલે તબીબો હડતાળ પર ઉતરશે, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ખોરવાઈ જશે

ગુજરાતમાં અલગ-અલગ માંગને લઈ   તબીબો હડતાળ પર ઉતરવાના છે. આવતીકાલે એટલે કે સોમવારથી  રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સની હડતાળના પગલે ખોરવાઈ જશે.

અમદાવાદ: ગુજરાતમાં અલગ-અલગ માંગને લઈ  તબીબો હડતાળ પર ઉતરવાના છે. આવતીકાલે એટલે કે સોમવારથી  રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સની હડતાળના પગલે ખોરવાઈ જશે.  ગુજરાત સરકાર ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાવાના છે. જેના કારણે સરકારી હોસ્પિટલ્સમાં તમામ પ્રકારની સર્જરીઓ પણ અટકી જશે.

રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે.  પડતર માંગણીઓ મુદ્દે લડત 2012થી ચાલુ છે. બી જે મેડિકલ ખાતે ડોકટરોની પડતર માંગણીઓને લઈને હડતાળ.  ગુજરાત ના 10000 સરકારી ડોકટરો સોમવારથી હડતાળ પર ઉતરશે.  બી . જે. મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સવારે 10.00 વાગ્યા પછી BJMC PORCH માં એકત્ર થશે.  

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યું હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ જતી રહી છે છતાં અમારી માંગના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માંગ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માંગ નહીં સંતોષતા ડૉકટર્સે હડતાળની જાહેરાત કરી છે. 

GMT દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે આવતીકાલથી પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર જશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર પણ કાલથી અચોકક્સ મુદતની હડતાળ પર ઉતરશે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget