શોધખોળ કરો

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી ફરી 53000000નું ડ્રગ્સ ઝડપાયું, ગીર સોમનાથમાંથી ચરસના 9 પેકેટ મળી આવ્યા

Gir Somnath News: પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ચરસનું વજન લગભગ 10.600 કિલોગ્રામ છે.

Drug Seizure Saurashtra: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ધામલેજ દરિયાકિનારે ગઈકાલે એક મોટી માત્રામાં ચરસ મળી આવવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ચરસનું વજન લગભગ 10.600 કિલોગ્રામ છે અને તેની બજાર કિંમત આશરે 5 કરોડ 30 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

નોંધનીય છે કે, આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત ATS અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં 3300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારે નેવીએ કહ્યું છે કે આ ઓપરેશનમાં 3089 કિલોગ્રામ હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઈન અને 25 કિલો મોર્ફિન જપ્ત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી કામગીરી હાથ ધરવા માટે આ સિદ્ધિ બદલ NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ફેબ્રુઆરી બાદ માર્ચ 2024માં પોરબંદરની દરિયાઈ સરહદેથી 6 પાકિસ્તાની ઝડપાયા હતા, આરોપીઓ પાસેથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. એપ્રિલના અંતમાં, આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગુજરાતના દરિયાકાંઠે સંયુક્ત ઓપરેશન દ્વારા 86 કિલો ડ્રગ્સ રિકવર કર્યું હતું. તેની બજાર કિંમત અંદાજે 602 કરોડ રૂપિયા છે. એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી હતી.

2023 માં, ગુજરાત પોલીસે કચ્છના ગાંધીધામથી 30 કિમી દૂર મીઠી રોહર ગામના દરિયા કિનારેથી 80 કિલો કોકેન ઝડપ્યું હતું. અગાઉ 2021માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ મુંદ્રા પોર્ટ પરથી લગભગ 21,000 કરોડ રૂપિયાની કિંમતનો 3,000 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ પહેલા પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ ઝડપાયા છે. સુરક્ષા એજન્સીઓ દાવો કરે છે કે તાજેતરના સમયમાં ગુજરાતમાંથી ઝડપાયેલ ડ્રગ્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા ઈરાનથી આવે છે. નેવી દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સના કન્સાઈનમેન્ટની તપાસમાં અફઘાન નાગરિકોના નામ પણ સામે આવી રહ્યા છે. તેના વિશે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં સરકાર બદલાવાને કારણે ડ્રગ્સની હેરાફેરી વધી છે. વાસ્તવમાં, તાલિબાનની સૌથી મોટી આવક ખેડૂતો અને અફીણ ઉગાડનારા દાણચોરો પાસેથી ખંડણીમાંથી આવે છે. યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા અફઘાનિસ્તાનમાં થાય છે. તેમાંથી હેરોઈન સહિત અનેક નશો બનાવવામાં આવે છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget