ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
Gujarat rooftop solar: March 2027 સુધીમાં 10 લાખ ઘરોનો લક્ષ્યાંક: 50% કામગીરી પૂર્ણ, સરકાર દ્વારા અપાઈ ₹3,778 કરોડની જંગી સબસિડી.

Gujarat rooftop solar: ગુજરાત હવે 'ગ્રીન એનર્જી હબ' બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં 5 Lakh થી વધુ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 1879 MW સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર ભારતમાં અગ્રેસર બન્યું છે.
આ સફળતાની ગૂંજ આગામી 10 January ના રોજ રાજકોટ ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ' (VGRC) માં સંભળાશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર ફોકસ રહેશે, જ્યાં ગુજરાતની આ 'સોલાર ક્રાંતિ'ની સફળતાની વાતો રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓ મળીને રાજ્યમાં કુલ 11 Lakh થી વધુ સોલાર ઇન્સ્ટોલેશન થયા છે, જે પોતે એક મોટો રેકોર્ડ છે.
ગુજરાત સરકારે માત્ર વર્તમાન સફળતા પર સંતોષ માન્યો નથી, પરંતુ ભવિષ્ય માટે પણ મોટા અને મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. રાજ્ય સરકારનો લક્ષ્યાંક March 2027 સુધીમાં 10 Lakh રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાનો છે. આનંદની વાત એ છે કે, સરકારે અત્યાર સુધીમાં આ લક્ષ્યાંકના 50% એટલે કે અડધો રસ્તો સફળતાપૂર્વક કાપી લીધો છે, જે દર્શાવે છે કે યોજના ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
સામાન્ય નાગરિકો માટે સોલાર પેનલ લગાવવી સરળ અને સસ્તી બને તે માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ ₹3,778 Crore ની જંગી સબસિડી ચૂકવવામાં આવી છે. સબસિડીના ગણિતની વાત કરીએ તો, ગ્રાહકોને 2 kW સુધીની સિસ્ટમ માટે પ્રતિ કિલોવોટ ₹30,000, 2 થી 3 kW માટે ₹18,000 અને 3 kW થી વધુ માટે મહત્તમ ₹78,000 સુધીની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નિયમોમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે, જેથી લોકો વધુ પ્રોત્સાહિત થાય. હવે 6 kW સુધીની સિસ્ટમ માટે ₹2,950 ના નિયમનકારી ચાર્જમાં સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, નેટવર્ક મજબૂતીકરણ ચાર્જ અને નેટ મીટરિંગની જટિલ શરતોમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે રહેણાંક સોલાર માટે હવે કોઈ 'લોડ લિમિટ' રાખવામાં આવી નથી. ગ્રાહકો પોતાની ઘરની વીજળીની જરૂરિયાત પૂરી કર્યા બાદ, વધેલી વીજળી ગ્રીડમાં વેચીને કમાણી પણ કરી શકે છે. વળી, આ વધારાની વીજળી જમા કરવા પર કોઈ બેંકિંગ ચાર્જ લાગતો નથી, જે મધ્યમ વર્ગના પરિવારો માટે વધારાની આવકનું સાધન બની શકે છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "વર્તમાન યુગ એ ગ્રીન ગ્રોથનો યુગ છે." ગુજરાત માત્ર સોલાર જ નહીં પરંતુ પવન ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે પણ દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે. આ પ્રયાસો પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસ (Sustainable Development) માટે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યા છે.





















