જો તમે ડાકોર કે શામળાજી મંદિરે દર્શન કરવા જવાના હોવ તો આ સમાચાર વાંચી લો નહી તો થશે પસ્તાવો
રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ખેડાના ડાકોર ટેમ્પલ કમિટિએ મહત્વનો નિર્ણય કર્યો છે.
ખેડાઃ રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ખેડાના ડાકોર ટેમ્પલ કમિટિએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વકરતા કોરોનાના સંક્રમણને લઈ 17 જાન્યુઆરીના પોષી પૂનમના મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે 17 જાન્યુઆરીના ડાકોરના ઠાકોર ભક્તોને દર્શન નહીં આપે. પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનો ધસારો રહેતો હોય છે. લોકોની ભીડના કારણે કોરોના સંક્રમણ વકરવાનો ભય રહે છે. ત્યારે પોષી પૂનમના દિવસે બંધ બારણે રાજા રણછોડની સેવા પૂજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ દિવસે કાળિયા ઠાકોરના દર્શન ભક્તોને ઓનલાઈન કરવા અપીલ કરવામાં આવી છે.
તે સિવાય અરવલ્લીનું શામળાજી મંદિર પણ પૂનમના દિવસે બંધ રહેશે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે સોમવારે શામળાજી મંદિર દર્શન માટે બંધ રહેશે. દર પૂનમે શામળાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી જતા હોય છે. જેને લઈ સંક્રમણ વધુ ફેલાય નહીં તેને લઈ આ નિર્ણય લેવાયો છે. મંગળવારથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાશે.
તે સિવાય કોરોનાના કારણે અંબાજી મંદિર પણ 22 જાન્યુઆરી સુધી એટલે કે આઠ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત વધતા કોરોનાના સંક્રમણના કારણે વ્યવસ્થાપક સમિતિએ અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો ઠેય આ આઠ દિવસ દરમિયાન સોશલ મીડિયાના માધ્યમથી સવાર- સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરાશે. આ તરફ 17મી જાન્યુઆરીના યોજાનારી પોષી પૂનમને લઈને મંદિરના તમામ કાર્યક્રમો રદ કરાયા છે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ, જિલ્લા પ્રશાસને રાજ્યની જનતાને ઘરે બેઠા જ જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરી છે.
Child's Vaccination: ભાજપ શાસિત આ રાજ્યમાં 15-18 વર્ષના તરૂણોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય, જાણો વિગત
Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત
PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી
Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત