Heart Attack Death: સુરતમાં વધુ એક હૃદય ધબકાર ચૂકી ગયું, હાર્ટ અટેકથી 40 વર્ષિય આશાસ્પદ યુવકનું મૃત્યુ
નાની વયે હાર્ટ અટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. સુરતમાં ગઇકાલે 2 યુવકે હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યા હતા..આજે પણ 40 વર્ષિય યુવકે જિંદગી ગુમાવી
Heart Attack Death:સુરતમાં વધુ એક 40 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં 40 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. જાણીએ સમગ્ર ઘટના વિશે
સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 40 વર્ષીય ચૈતન્ય પટેલને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે. ચૈતન્ય પરિવાર સાથે સુરતના ઉગત રોડ પર રહેતો હતો. ઘરે તેમને હાર્ટ અટેક આવતા તે અચાનક ઢળી પડ્યો હતો, બાદ તેમને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનો મૃત્યુ થઇ ચૂક્યુ હતું. હોસ્પિટલમાં પહોંચતાં તબીબે ચૈતન્યને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. આશાસ્પદ યુવકના અચાનક મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે.
તો ગઇ કાલે રાજકોટ, મોરબી, કપડવંજમાં એક-એક અને સુરતમાં બે યુવકના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. રાજકોટમાં મસાલાના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતુ. 39 વર્ષના હિમાંશુ કિરીટભાઈ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિમાંશુ રાઠોડ રાજકોટ ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નંબર 46માં રહેતા હતા અને મસાલાનો બિઝનેસ કરતા હતા. હાર્ટ અટેકથી અચાનક મોત થતાં પરિવારજનો સ્તબ્ધ છે.
તો બીજી તરફ ગઇકાલે મોરબીમાં હાર્ટ અટેકે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. મોરબી જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે. યુપીના રામ સિધારે નામના 40 વર્ષીય યુવાનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. તેઓ ટંકારાની સાલદીપ વિનાઇલ નામની ફેકટરીમાં કામ કરતા હતા. આ સમય ચાલુ કામે જ તેમને છાતીમાં દુખાવો થયો અને હાર્ટ અટેકના કારણે અચાનક ઢળી પડ્યા. બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર પર દુ:ખનો જાણે પહાડ તૂટી પડ્યો.
ખેડાના કપડવંજમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. કપડવંજ નગરપાલિકાના 31 વર્ષિય સફાઈ કામદાર રાહુલ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું પાલિકાના પીડબલ્યુડી વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા આ યુવક સવારે ઉઠી પાણી ભરતા હતા. આ સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો બાદ તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જો કે કમનસીબે આ દરમિયાન હાર્ટ અટેક આ જતાં તેમનું મોત થયું છે. તેમના મોતથી 10 મહિનાની પુત્રી અને પાંચ વર્ષિય પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.